મોરબી : આ તક ચૂકશો નહીં PSI/કૉન્સ્ટેબલ પરીક્ષાની તૈયારી માટે ફ્રી માર્ગદર્શન સેમિનાર

હાલ ખૂબ જ મોટી સંખ્યામાં પોલીસ વિભાગમાં ભરતી આવી છે ત્યારે PSI/ કૉન્સ્ટેબલની પરીક્ષા માટે ફ્રી માર્ગદર્શન સેમિનારનું આયોજન નવયુગ કરીઅર એકેડમી દ્વારા કરવામાં આવ્યું છે. મોરબીનાં યુવાન/યુવતીઓને સારું માર્ગદર્શન મળે તેમજ પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી? શું વાંચવું? તેમજ કયા વિષયમાં કેટલું પુછાય? તેવા અનેક પ્રશ્નોના જવાબ આ સેમિનારમાં મળશે.

સ્પર્ધાત્મક પરીક્ષાના નિષ્ણાત તેમજ મોટીવેશનલ વક્તા શૈલેષભાઈ સગપરિયા સેમિનારમાં માર્ગદર્શન આપશે મોરબીના તમામ વિદ્યાર્થી મિત્રોને આ સેમિનારનો લાભ લેવા આહ્વાન કરવામાં આવે છે.

સેમિનાર તારીખ : 07/12/2026, રવિવાર, સમય – સાંજે 4 થી 6, સ્થળ- સંસ્કાર ઇમેજિંગ સેન્ટર સેમિનાર હોલ GIDC, શનાળા રોડ, મોરબી આપ 97272 47472 પર વોટ્સએપ કરી પોતાનું નામ નોંધાવી શકો છો.