નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ- મોરબી દ્વારા મોરબી જિલ્લામાં મેડિકલ ઇમર્જન્સી (કાર્ડિયાક એરેસ્ટ, તાણ- આંચકી, સુગર ઘટી જવું, બર્ન્સ, ફ્રેક્ચર જેવી) પરિસ્થિતિઓમાં શું કરવું જોઈએ જેનાથી વ્યક્તિને વધારે ઇજાથી બચાવી શકાય અને તેના જીવના જોખમને ટાળી શકાય.
આ પ્રોગ્રામમાં લોકોને આવી પરિસ્થિતિઓ સામે લડવાની માહિતી અને CPR ની ટ્રેનિંગ આપીને સમજાવવામાં આવે છે. આ પ્રોગ્રામ મોરબી જિલ્લાની દરેક શાળાઓ-કોલેજો, જાહેર જગ્યાઓ, સરકારી કચેરીઓએ કરી લોકોને માહિતગાર કરવામાં આવે છે. આ મેડિકલ ઇમર્જન્સી પ્રોગ્રામ અંતર્ગત આજ તારીખ- 01/12/2025, સોમવારના રોજ મોરબી જિલ્લા પોલીસ અને નક્ષત્ર હોસ્પિટલ-મોરબીના સહયોગથી પોલીસ હેડક્વાર્ટર- મકનસર મોરબી ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો
જેમાં DYSP વી.બી. દલવાડી , પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને CPR ટ્રેનિંગ આપીને 1st responder તરીકે આવી ઇમર્જન્સી પરિસ્થિતિઓની સંભાળ લેવાની માહિતી નક્ષત્ર હોસ્પિટલની ડોક્ટરોની ટીમ (ડૉ. મહેન્દ્ર ફેફર, ડૉ.મોનિકા પટેલ, ડૉ. માધવ સંતોકી, ડૉ.બ્રિન્દા ફેફર, ડૉ.અંકિતા કાંજીયા, ડૉ. દિપક ફુલતરીયા, ડૉ. જિનલ ભીલા) દ્વારા આપવામાં આવી.






