શ્રી રોટરીગ્રામ (અ.) પ્રા. શાળા માં વીસ વર્ષની નોકરી કરી નિવૃત્ત થયેલ મદદનીશ શિક્ષિકા કંચનબેન બોડા આજે પણ બાળકો અને ગામલોકો સાથે અપાર લાગણી થી જોડાયેલા છે.શાળામાં હાલ બે શિક્ષકો પ્રસંગોપાત રજા પર હોય અને શિક્ષકોની ઘટ હોય નાના બાળકોનું શિક્ષણ ન બગડે તે માટે બાળકોને ભણાવવા શાળામાં હાજરી આપી વિદ્યાર્થીઓને શિક્ષણકાર્ય કરાવે છે.શિક્ષિકાશ્રી કંચનબેન બોડા નિવૃત્ત થયા ત્યારે ગ્રામજનો દ્વારા તેમનો અદકેરો વિદાયમાન સન્માન કાર્યક્રમ રાખવામાં આવેલ અને વિદાય સન્માનમાં આખું ગામ જોડાયું હતું.
કાર્યક્રમ દરમ્યાન ચાલુ વરસાદે પણ ગ્રામજનોએ ભીંજાઈને પણ કાર્યક્રમ ચાલુ રાખી સમગ્ર ગામે સાથે સમૂહ ભોજન કરી કંચનબેન ને વિદાય આપી હતી.કંચનબેન બોડા તરફથી આજુબાજુની પાંચ શાળામાં અભ્યાસ કરતા ગરીબ અને મજૂર વર્ગના ત્રણસો જેટલા બાળકોને સ્કુલબેગ આપીને માનવતા મહેકાવી હતી. સાથે સાથે બાળકોને અભ્યાસકાર્યમાં ઉપયોગી થાય તેવી શૈક્ષણીક વસ્તુઓ મળી રહે તે માટે શાળામાં રામહાટ ચાલુ કરાવી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.શ્રીમતી કંચનબેન બોડા મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખશ્રી મણીભાઈ સરડવાના ધર્મપત્ની છે.શ્રી કંચનબેન બોડાની નિવૃત્તિ બાદની શૈક્ષણીક સેવાને મોરબીના પ્રાથમિક શિક્ષક અને શિક્ષણ પરિવારે બિરદાવી છે.






