મધ્ય ગુજરાત પ્રદેશ કક્ષા કલા મહાકુંભ સ્પર્ધામાં મોડેલ સ્કૂલ- મોટીબરારની બે વિદ્યાર્થીઓનો ડંકો

જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ખેડા(નડિયાદ)દ્વારા શ્રી સંતરામ ઇંગ્લીશ મિડીયમ સ્કુલ શ્રી સંતરામ મંદિર,નડિયાદ ખાતે તારીખ 05-12-2025 તેમજ તારીખ 06-12-2025ના રોજ મધ્ય ગુજરાત પ્રદેશ કક્ષા કલા મહાકુંભ સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવેલ.જે અંતર્ગત મોરબી જિલ્લા કક્ષાએ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરેલ મોડેલ સ્કૂલ-મોટીબરારની બે વિદ્યાર્થીની કાનગડ તેજસ્વી(વકૃત્વ સ્પર્ધા)તેમજ ડાંગર કાજોલ(એક પાત્રીય અભિનય)સમગ્ર મોરબી જિલ્લાના પ્રતિનિધિત્વ સાથે આ કલા મહાકુંભ સ્પર્ધામાં સહભાગી બન્યા હતા.

જે અંતર્ગત મોડેલ સ્કૂલ- મોટીબરાર ની વિદ્યાર્થીની કાનગડ તેજસ્વીબેન મધ્ય ગુજરાત પ્રદેશ કક્ષા કલા મહાકુંભ વકૃત્વ સ્પર્ધામાં સહભાગી બનેલ તમામ જિલ્લાના સ્પર્ધકો માંથી મોરબી જિલ્લાના પ્રતિનિધિત્વ સાથે દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરી સમગ્ર શાળા પરિવાર તેમજ મોરબી જિલ્લાનું ગૌરવ વધારેલ છે.આ ગૌરવાંતીત તકે શાળાના આચાર્યશ્રી બી.એન.વિડજા દ્વારા વિજેતા વિદ્યાર્થી રાજ્ય કક્ષાએ પણ પોતાની શ્રેષ્ઠ અભિવ્યક્તિ કરે તે અંગે માર્ગદર્શિત કરી વિજેતા વિદ્યાર્થી તેમજ માર્ગદર્શિત તમામ શિક્ષકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવવામાં આવેલ.