મોરબી તાલુકાના લુંટાવદર ગામના વતની અને મોરબી તાલુકા ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ નિતેશભાઈ બાવરવાનો આજે જન્મદિવસ ઉજવાઈ રહ્યો છે. તેઓ હંમેશા સેવાકીય પ્રવૃત્તિઓમાં સક્રિય રહી પાર્ટીના કાર્યોને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે.
નિતેશભાઈ બાવરવા ગ્રામ્ય વિસ્તારના છેવાડાના લોકો સુધી પહોંચીને ભાજપની વિકાસલક્ષી યોજનાઓ અને કાર્યો અંગે જનજાગૃતિ ફેલાવતા આવ્યા છે. ખાસ કરીને ખેડૂતોના પ્રશ્નો અને સમસ્યાઓ અંગે તેઓ હંમેશા તેમની સાથે ખડેપગે ઉભા રહી માર્ગદર્શન અને સહકાર આપતા રહ્યા છે. આજે તેમના જન્મદિવસ નિમિત્તે રાજકીય તથા સામાજિક આગેવાનો, સગા-સંબંધીઓ તેમજ બહોળા મિત્રવર્તુળ દ્વારા મો. નં. 98259 54605 પર શુભેચ્છાઓ અને અભિનંદનો પાઠવવામાં આવી રહ્યા છે.






