અત્યારના અર્વાચીન ગરબાના યુગ મા પણ “The one up society” , S.P. ROAD દ્વારા પ્રાચીન ગરબાની પરંપરા જાળવી રાખેલ. જેમાં નવમા નોરતે, ઈસરો દ્વારા તાજેતરમાં launch કરવામાં આવેલ ચંદ્રયાનનું અદભુત running મોડેલ બનાવવામાં આવેલ. આ ઉપરાંત બાળકો માટે વેશભૂષાનો કાર્યક્રમ રાખવામાં આવેલ, જેમાં ખૂબ જ મોટા પ્રમાણમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધેલ હતો. આ વેશભૂષાના કાર્યક્રમમા હિન્દૂ દેવી દેવતાઓનો વેશ ધારણ કરીને બાળકોએ વાતાવરણને ખુબ જ આધ્યાત્મિક બનાવેલ.
આ ઉપરાંત વેશભૂષામા 51 ભારતની મહાન વ્યક્તિઓ તેમજ આઝાદીના લડવૈયાનો પણ વેશ ધારણ કરીને વાતાવરણને દેશભકિતના રંગે રંગી દીધું હતું.તમામ ભાગ લેનાર બાળકોને પારજીયા જયંતીભાઈ ભગવાજીભાઇ તરફથી ખૂબ કિંમતી ભેટો આપવામાં આવી હતી. નવરાત્રીને સફળ બનાવવામાં the one up યુવા ગ્રુપ દ્વારા ખૂબ જ જહેમત ઉઠાવવામાં આવેલ અને નવમા નોરતે સક્રિય કાર્યકરોને સન્માનિત કરવામાં આવેલ.
આમ, “the one up society” , S.P. ROAD દ્વારા નવરાત્રી પર્વને ખુબ જ અનોખી રીતે ઉજવવામાં આવેલ, જેમાં આધ્યાત્મ, દેશભકિત, તેમજ ટેકનોલોજીનો અનોખો સમન્વય જોવા મળેલ.