વિશાલ જયસ્વાલ હળવદ : દ્વારિકા થી પોરબંદર સુધી સનાતન ધર્મ યાત્રા નું ભવ્યાતિભવ્ય આયોજન થયું હોઈ ત્યારે આ યાત્રા છોટાકાશી તરીકે જગ વિખ્યાત એવા હળવદ નગર માં આવી પહોંચી હતી આ યાત્રા શ્રી શ્રી ૧૦૦૮ અનંત વિભૂષિત મહામંડલેશ્વર કૃષ્ણાનંદપૂરી મહારાજ જી ના અધ્યક્ષ સ્થાને નીકળી હોઈ આ યાત્રા સનાતન સંસ્કૃતિ ની મહીમા જન જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ સાથે દ્વારિકાધીશ ની નગરી થી નીકળી અને પૂરા સૌરાષ્ટ્ર કચ્છ માં પરિભ્રમણ કરી પોરબંદર ખાતે સમાપન થશે ત્યારે આજરોજ આ યાત્રા નું હળવદ ખાતે ધર્મેપ્રેમી લોકો દ્વારા ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું
આ યાત્રા મોરબી માળિયા ચોકડી થઈ અને મોરબી દરવાજા થઈ મુખ્ય બજાર માં થઈ ને સરા નાકા થઈ ને વૈજનાથ ચોકડી ખાતે સમાપન કરવામાં આવ્યું હતું અને આ યાત્રા માં મોટી સંખ્યા માં પૂજ્ય સાધુ સંતો જોડાયા હતા ત્યારે હળવદ ની મુખ્ય બજારો માં સર્વે વેપારીઓ દ્વારા પુષ્પ વૃષ્ટિ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારે યાત્રા માં જોડાયેલ પૂજ્ય સાધુ સંતો ના ભોજન પ્રસાદ ની વ્યવસ્થા પરમેશ્વર આર્કેડ ખાતે કરવામાં આવી હતી ત્યાર બાદ આ યાત્રા મોરબી તરફ જવા માટે પ્રસ્થાન કર્યું હતું
આ યાત્રા ને સફળ બનાવવા હળવદ ના ધર્મપ્રેમી યુવાનો એ ભારે જહેમત ઉઠાવી હતી