મોરબી સીટી બી ડીવીજન પો.સ્ટે. ના વેજીટેબલ રોડ વાડી વિસ્તારમાંથી પાચેક મહીના પહેલા સગીરવયની બાળાનુ અપહરણ કરી ભગાડી જનાર આરોપીને પકડી પાડી ભોગબનનારને શોધી કાઢતી મોરબી એન્ટ્રી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટની ટીમ
પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાનાઓએ મોરબી જિલ્લામાંથી સગીરવયના બાળકોના થયેલ અપહરણના ગુનાઓ તેમજ ગુમ થયેલ વ્યકિતઓને શોધી કાઢવા જરૂરી સુચના તથા માર્ગદર્શન એમ.આર.ગોઢાણીયા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબીનાઓને આપેલ હોય જે અન્વયે તેઓએ એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટ મોરબીના સ્ટાફના માણસોને જરૂરી કાર્યવાહી કરી હકિકત મેળવી સર્ગીરવયની બાળાઓને શોધી કાઢવા સુચના કરેલ હોય જે અન્વયે સ્ટાફના માણસો સીરવયની બાળા તેમજ ગુમ થનાર વ્યકિતઓને શોધી કાઢવા સતત પ્રયત્નશીલ હતા.
દરમ્યાન પો.હેડ કોન્સ, જયવંતસિંહ ગોહીલ, દશરથસિંહ ચાવડા તથા પો.કોન્સ. નંદલાલ વરમોરાને હકીકત મળેલ કે, મોરબી સીટી બી ડીવીજન પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં-૨૨૯૫/૨૦૨૧ આઇ.પી.સી.કલમ-૩૬૩,૩૬૬ તથા પોકસો એકટ કલમ-૧૮ મુજબના ગુનાના કામે આરોપી ફરીયાદીની સગીરવયની દિકરીને ભગાડી અપહરણ કરી લઇ ગયેલ હોય જે આરોપી તથા ભોગબનનાર બન્ને હળવદ તાલુકાના ઘણાબદ ગામની સીમમાં વાડી વિસ્તારમાં હોવાની હકિકત મળેલ હોય
જે હકિકત આધારે પો.હેડ કોન્સ. દશરથસિંહ ચાવડા નાઓ સાથે પોલીસ ટીમને હળવદ પો.સ્ટે. વિસ્તારમાં તપાસ અર્થે મોકલતા આરોપી અક્ષયભાઇ દિનેશભાઇ ડાભી/કોળી ઉ.વ. ૨૧ રહે. વાટાવદર તા.હળવદ જી.મોરબી વાળો તથા ભોગબનનાર બન્ને ઘણાંદ ગામની સીમ કરાની વાડી તરીકે ઓળખાતી સીમમાંથી મળી આવતા તેઓ બન્નેને હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે મોરબી સીટી બી ડીવીજન પો.સ્ટે.ને સોપવાની કાર્યવાહી કરવામાં આવેલ છે.
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી એમ.આર.ગોઢાણીયા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા PSI એન.બી.ડાભી, એન.એચ. ચુડાસમા, એ.ડી.જાડેજા તથા ASI રજનીકાંત કૈલા, સંજયભાઇ પટેલ તથા HC કુલીબેન તરાર, નિરવભાઇ મકવાણા, જયવંતસિંહ ગોહીલ, દશરસિંહ ચાવડા, તથા પો.કોન્સ નંદલાલ વરમોરા, અશોકસિંહ ચુડાસમા, પરાક્રમસિંહ જાડેજા, બકુલભાઇ કાસુન્દ્રા, રણવીરસિંહ જાડેજા વિગેરે દ્વારા કરેલ છે.