રિપોર્ટ ઈશાક પલેજા : મોરબી જિલ્લાના માળિયા મીયાણા તાલુકાના ખાખરેચી ગામે સાર્વજનિક હાઇસ્કુલ માં સાયબર અવનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ આયોજન મારફત સાયબર થી થતા ગુનાઓ અટકાવવા ઉચ્ચ અધિકારીઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓ અને ગ્રામજનો બહોળી સંખ્યામાં હાજરી આપી હતી
તા.૦૧/૧૧/૨૦૨૩ ના રોજ કે.પી. હોથી ઉચમાધ્યમિક હાઇસ્કુલ તથા ખાખરેચી ગામે આવેલ સાર્વજનિક હાઈસ્કૂલમાં સાયબર અવનેશ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવેલ જેમાં મોરબી જિલ્લાના પીઆરઓ.ડીવાયએસપી. પટેલ તથા માળીયા પી એસ આઈ એન. એમ. ગઢવી તથા પી સી રાજેન્દ્રસિંહ સોલંકી તથા રણજીત દાન ગઢવી હાજર રહેલા હતા માળીયા આનંદી સંસ્થાના સભ્યો તથા ગામના લોકો હાજર રહેલ અને વિદ્યાર્થઓને સાયબર અટેકની માહિતી આપી સાવચેતી રાખવા કેવા કેવા પગલાં લેવા તે માટેની સમજ આપવામાં આવી આવી અને તમામ ગામ લોકોને આવા સાઇબરનો ભોગ ના બને તેને લયને સમજ આપવામાં આવી હતી