હળવદ શહેરના હરીનગર વિસ્તારમાં પાણીની પરોજણ

છેલ્લા ઘણા સમયથી પાણી ના આવતા મહિલાઓએ નગરપાલિકાએ હોબાળો મચાવ્યો
જો યોગ્ય નિકાલ નહીં થાય તો આગામી સમયમાં મટકા ફોડ કાર્યક્રમ કરવામાં આવશે એવી ચીમકી ,નગરપાલિકાના પ્રમુખ તેમજ ચીફ ઓફિસર 10 ફોન કર્યા છતાં પણ ફોન નથી ઉઠાવતા એવા સદસ્ય ના આક્ષેપ

વોર્ડ નંબર 5 ના રહીશો સાથે ઓરમાયું વર્તન તંત્ર કરતું હોય તેવા આક્ષેપો,નગરપાલિકાના જ કર્મચારી 20 રૂપિયા મહિને ઉઘરાવી જતા હોય છતાં પણ પાણી આવતું ન હોવાના આક્ષેપ,શહેરના પોશ વિસ્તારમાં પાણી સાફ સફાઈ તેમજ સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા ના અભાવથી રહીશો તંગ આવ્યા ,પાલિકાના સિંઘમ ચીફ ઓફિસર ફક્ત પેપર કાર્ય થી જ સિંઘમ બનશે તે યોગ્ય નિકાલ થશે તેવી ચર્ચા એ જોર પકડ્યું

વિશાલ જયસ્વાલ હળવદ