મોરબી જિલ્લામાં આશરે કુલ ૪૨૫૭૦ બાળકોને કોરોના વેકસીન અપાશે

મોરબી જિલ્લાની ૧૨ થી ૧૪ વર્ષ ની બાળકો ને કોરોના વેકસીન આપવામાં આવશે. તારીખ ૧૬/૦૩/૨૦૨૨ થી કોરીના વેકસીન (કોર્બીવેક્સ) આપવાની શરૂઆત થશે. હાલ જિલ્લામાં આશરે કુલ ૪૨૫૭૦ બાળકો ને કોરોના વેકસીન (કોર્બીવેક્સ) આપવા આયોજન હવે 50 વર્ષથી વધુ વયના તમામ નાગરીકો પ્રિકોશન ડોઝ લઇ શકશે.

કોરોના થી બચવા માટે કોરોના રસીકરણ કરાવવું ખુબજ અગત્યનું છે. સરકારશ્રીની સૂચના અનુસાર ગુજરાત રાજયમાં ૧૨ થી ૧૪ વર્ષ સુધીની ઉંમર ધરાવતા બાળકો ને કોરોના વેકસીન (કોર્બીવેક્સ) આપવા માટેનું આયોજન કરેલ હોય, તેમના અનુસંધાને મોરબી જીલ્લામાં પણ તારીખ ૧૬/૦૩/૨૦૨૨ થી ૧૨ થી ૧૪ વર્ષ સુધીની ઉંમર ધરાવતા બાળકો ને કોરોના વેકસીન (કોર્બીવેક્સ) આપવાની શરૂઆત કરવામાં આવનાર છે.

જેમાં ૧૨ થી ૧૪ વર્ષ સુધીની ઉંમર ધરાવતા અને શાળામાં અભ્યાસ કરતા મોરબી તાલુકામાં કુલ ૧૭૯૪૬ માળીયા તાલુકામાં ૩૧૧૧, વાંકાનેર તાલુકામાં ૯૯૯ર, ટંકારા તાલુકામાં ૫૨૫૭, તથા હળવદ તાલુકામાં ૬ર૬૪, આમ જીલ્લાના આશરે કુલ ૪૨૫૭૦ બાળકોને કોરોના વેકસીન (કોર્બીવેક્સ) આપવા માટે મોરબી જિલ્લામાં આયોજન કરેલ છે. જે સ્કૂલોમાં ૧૨ થી ૧૪ વર્ષ સુધીની ઉંમર ધરાવતા બાળકો અભ્યાસ કરે છે તે દરેક સ્કુલોમાં જ રસીકરણ સેશન નું આયોજન કરી રસીકરણ કરવામાં આવશે.

કોરોના રસીકરણ માટે વિધાર્થી/વિધાર્થીનીઓ ઓનલાઈન એપોઈટમેન્ટ અથવા સ્થળ પર ઓનસાઈટ રજીસ્ટ્રેશન કરાવીને રસી મેળવી શકશે. શાળા માં અભ્યાસ ન કરતા હોય તેવા ૧૨ થી ૧૪ વર્ષ ના બાળકો નજીક ની શાળા કે આરોગ્ય સંસ્થા નો કોર્બીવેક્સ રસીકરણ સેશનમાં રસી મેળવી શકશે.

તેમજ અગાઉ ૬૦ વર્ષ થી વધુ વયના કોમોર્બીડીટી ધરાવતા નાગરીકોનેજ પ્રીકોશન ડોઝ આપવામાં આવતો હતો તારીખ ૧૬,માર્ચ-૨૦૨૨ થી ૬૦ વર્ષથી વધુ વયના તમામ નાગરીકો પ્રિકોશન ડોઝ લઇ શકશે.

તો ૧૬,માર્ચ-૨૦૨૨થી ૧૨ થી ૧૪ વર્ષ સુધીની ઉંમર ધરાવતા વિધાર્થી/વિધાર્થીનીઓ પોતાની સ્કુલમાં કોરોના રસીકરણ સેસનનાં સમયે હાજર રહેવા અને કોરોના રસીકરણ કરાવી કોરોના સામે રક્ષણ મેળવવા મોરબી જીલ્લાના તમામ વિધાર્થી વિધાર્થીનીઓ તેમજ તમામ જાગૃત વાલીશ્રીઓને હીરાભાઈ ટમારિયા માન ચેરમેનશ્રી આરોગ્ય સમિતિ જિલ્લા પંચાયત મોરબી તથા ડો. જે.એમ.કતીરા મુખ્ય જિલ્લા આરોગ્ય અધીકારી તેમજ ડૉ. વિપુલ કારોલીયા જિલ્લા આર.સી.એચ. અધીકારી જિલ્લા પંચાયત મોરબી નમ્ર અપીલ કરે છે