માળીયા (મી) પોલીસ સ્ટેશન વિસ્તારમા રહેતા પ્રોહીબીશન ના ગુન્હામાં સંડોવાયેલ ઇસમ જયેન્દ્રસિંહ બળવંતસિંહ જાડેજા દરબાર ઉ.વ.૪૮ રહે.વિવેકાનંદનગર ,મોટા દહીસરા ગામ તા. માળીયા (મી) વાળાની વિરૂધમા પાસા પ્રપોઝલ તૈયાર કરી જીલ્લા મેજીસ્ટ્રેટ મોરબી તરફ મોકલી આપેલ હોય જેથી જીલ્લા મેજીસ્ટ્રેટ મોરબી નાઓએ મજકુર ઇસમને પાસા તળે અટકાયત કરવા હુકમ કરતા સામાવાળાને શોધી કાઢી માળીયા મી પોલીસ સ્ટેશન ખાતે લાવી જરૂરી કોરોના ટેસ્ટ કરાવતા કોરોના ટેસ્ટ રીપોર્ટ નેગેટીવ આવતા સામાવાળાને પાસા હુકમની બજવણી કરી તા-૧૫/૦૩/૨૦૨૨ ના પાસા તળે અટકાયત કરી અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામા આવેલ છે
અટક કરેલ સામાવાળા જયેન્દ્રસિંહ બળવંતસિંહ જાડેજા, કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારીપોલીસ સબ ઇન્સ્પેકટર બી.ડી.જાડેજા તથા પો.હેડ કોન્સ. ક્રિપાલસિંહ ચાવડા તથા વિશ્વરાજસિંહ ઝાલા તથા પો.કોન્સ. સંજયભાઇ રાઠોડ તથા મહેન્દ્રસિંહ ચુડાસમા