હોળી ધુળેટીના તહેવારને ધ્યાને લઇ ગેરકાયદેસર દારૂનુ ઉત્પાદન/દારૂની ભઠ્ઠી તથા હેરાફેરી તેમજ પ્રોહી./જુગારની ગેરકાયદેર પ્રવૃતિ અંકુશમાં લેવાના ઉદેશથી સ્પેશ્યલ પ્રોહી.જુગાર ડ્રાઇવનુ આયોજન કરેલ હોય પ્રોહી./જુગારની બદી નસ્ત નાબુદ કરવા સ્પેશ્યલ ડ્રાઇવ દરમ્યાન અસરકારક કામગીરી કરવા સર્વેલન્સ ટીમ માણસો પ્રયત્નશીલ હોય નાઇટ રાઉન્ડ પેટ્રોલીંગ દરમ્યાન નવા ઢુવા ગામેથી એક બોલેરો પીકઅપના ચાલકને ઉભી રાખવાનો સંકેત કરતા વાહન ચાલક તથા સાથેનો ઇસમ પોલીસની હાજરી પામી જતા વાહન રેઢુ મુકી નાશી ગયેલ
જે બોલેરો પીકઅપ નંબર-GJ-3-AZ-6104 ની ચેક કરતા ઠાઠામાં શાકભાજીના ખાલી કેરેટની આડાસમાં ભારતીય બનાવટની પરપ્રાતીય ઇગ્લીશ દારૂ મેકડોવેલ્સ નંબર-૦૧ ની પેટીઓ નંગ.-૨૦ બોટલ નંગ.૨૪૦ કી.રૂ.૯૦,૦૦૦/-નો મુદામાલ મળી આવતા કુલ રૂ.૩,૯૦,૦૦૦/-નો મુદામાલ પકડી પાડી નાશી ગયેલ વાહન ચાલક તથા સાથેના ઇસમ વિરૂધ્ધ ગુનો રજી.કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
૧) બોલેરો મેકસી ટ્રક (પીકઅપ) નંબર-GJ-3-AZ-6104 નો ચાલક તથા સાથેનો અન્ય ઇસમ,મળી આવેલ મુદામાલ (૧) મેકડોવેલ્સ નંબર-૦૧ સુપીરીયર વ્હીસ્કી ૭૫૦ એમ.એલ.ની બોટલ નંગ.૨૪૦ કી રૂપીયા-૯૦,૦૦૦/ (૨) બોલેરો મેકસી ટ્રક (પીકઅપ) નંબર-GJ-3-AZ-6104 કી રૂ-૩,૦૦,૦૦૦/ કુલ મુદામાલ રૂપીયા ૩,૯૦,૦૦૦/
આ કામગીરીમાં અમો ઇન્ચાર્જ પો.સબ ઇન્સ.પી.જી.પનારા તથા પો.હેડ.કોન્સ.મયુરધ્વજસિંહ જાડેજા તથા ચમનભાઇ ચાવડા તથા જુવાનસિંહ ઝાલા તથા પો.કોન્સ.હરીચંદ્રસિંહ ઝાલા તથા મુકેશભાઇ જીલરીયા તથા અજયસિંહ ઝાલા રોકાયેલ હતા.