માળીયા મીયાણા પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.ન.૦૯૩૩/૨૦૨૩ આઈ.પી.સી કલમ- ૩૦૨,૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ-૧૩૫ મુજબનો ગુનો ગઈ તા-૦૧/૧૨/૨૦૨૩ ના કલાક ૧૫/૩૦ વાગ્યે જાહેર થયેલ આ કામે હકિકત એવી છે કે આ કામના ફરીયાદીના ભાઈ ચંદુલાલ જાદવજીભાઈ કાલરીયા ના ભાઈ પરેશભાઈને આરોપી રાગેશ ઉર્ફે રાકેશભાઈ જુવાનસિંગ બધેલ તથા આરોપીની પત્ની રાજબાઈ બન્ને મળી કોઇ અગમ્ય કારણોસર તીક્ષ્ણ હથીયાર વડે માથાના પાછળના ભાગે તેમજ ગળાના ભાગે તથા મોઢાના ભાગે ઘા મારી ગંભીર ઇજા કરી મોત નિપજાવી ગુનો કરવામાં એકબીજાએ મદદગારી કરેલ હોવાનું જાહેર કરતા ઉપરોકત ગુ.ર.ન. અને કલમે ગુનો રજી થયેલ હોય જે ગુન્હાના આરોપીઓ સમય સર અટક કરવા સારૂ સુચના થઇ આવેલ હોય અને પોલીસ સ્ટાફના માણસો સદરહુ ગુન્હાના કામના આરોપીઓની વોચ તપાસમા હતા તે દરમ્યાન આરોપીઓ પોતાના રહેણાંક છોટા ઉદેપુર તેમજ મધ્યપ્રદેશમા હોવાની હકીકત મળતા તપાસમાં જવા મંજુરી માટે કચેરીએ જાણ કરી માળીયા મી પો.સ્ટેની એક ટીમ સદરહુ જગ્યાએ તપાસમાં જવા રવાના થયેલ અને સદરહુ જગ્યાએ આરોપી હાજર મળી આવતા આરોપીઓની મૌખીક પુછપરછ કરતા આરોપીઓએ સદરહુ ગુન્હો કરેલની કબુલાત આપતા આરોપીઓને તા.૦૪/૧૨/૨૦૨૩ના કલાક.૧૫/૧૫ વાગ્યે અટક કરેલ છે.
આરોપી (૧) રાગેશભાઈ ઉર્ફે રાકેશભાઇ જુવાનસીંગ બઘેલ જાતે-ભીલ વાસ્કલ ઉ.વ.૪૦ ધંધો-ખેત મજુરી રહે હાલ- રોહીશાળા ગામની સીમમા પરેશભાઈ કાલરીયાના ખેતરે તા.માળીયા મીં. જિ-મોરબી મુળ રહે-જોરા ગામ તા.અડવાળા જિ. અલીરાજપુર (મધ્યપ્રદેશ), (૨) રાજબાઈ વા/ઓ નરસીંગભાઈ બઘેલ જાતે-ભીલ વાસ્કલ ઉ.વ.૪૨ ધંધો-ખેત મજુરી રહે હાલ-રોહીશાળા ગામની સીમમા પરેશભાઈ કાલરીયાના ખેતરે તા.માળીયા મીં. જિ.મોરબી મુળ રહે-જોરા ગામ તા.જિ. અલીરાજપુર (મધ્યપ્રદેશ)
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી : પ્રો.પોલીસ ઇન્સ્પેકટર એન.બી.કલસરીયા તથા પો.સબ ઈન્સ એન.એમ.ગઢવી તથા એ.એસ.આઈ. વનરાજસિંહ બાબરીયા તથા પો.કોન્સ.દશરથસિંહ જાડેજા તથા મુમાભાઈ કલોત્રા તથા ભગીરથસિંહ ઝાલા તથા માળીયા મીં. પોલીસ સ્ટાફ