મોરબીની માધાપરવાડી શાળાના પૂર્વ વિદ્યાર્થીઓએ ભોજન કરાવી સસ્થાનું ઋણ અદા કર્યું

વિદ્યાર્થીઓ પ્રાથમિક,માધ્યમિક, ઉચ્ચ માધ્યમિક અને કોલેજ સુધી અનેક સંસ્થાઓમાં અભ્યાસ કરી પોતાનું જીવન ઘડતર કરતા હોય છે,જીવનમાં અનેક તબક્કાઓ પસાર કરી અનેક શિક્ષકો, પ્રાધ્યાપકો પાસે જીવનના પાઠ ભણતા હોય છે,પણ વ્યક્તિએ મેળવેલું પ્રાથમિક શિક્ષણ, પ્રાથમિક શિક્ષકો અને પ્રાથમિક શાળા સૌથી વધુ યાદ રહેતા હોય છે

પ્રાથમિક શાળાની છાપ વિદ્યાર્થીઓના મનમાં અમીટ હોય છે,એવી રીતે માધાપરવાડી શાળાના વર્ષ ૨૦૧૨-૧૩ ની બેચના ધોરણ આઠના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ શાળા તમાંમ 400 વિદ્યાર્થીઓ અને તમામ ગુરુજનોને પાઉં – ભાજી અને છાશનું ભરપેટ ભોજન કરાવી માતૃ સંસ્થાનું ઋણ અદા કર્યું હતું.