વિશાલ જયસ્વાલ હળવદ : ગુજરાતમાં નકલી નકલીએ માઝા મૂકી છે ઘણી બધી વખત ડુબલીકેટ વસ્તુઓનું પેકિંગ કરી રૂપિયા કમાવાની લાલચમાં લોકો ઓરીજનલ વસ્તુઓની નકલ કરી લોકોના આરોગ્ય સાથે છેડા કરતા હોવાના સમાચાર મળતા હોય છે તેઓ જ એક બનાવ હળવદ નજીક આવેલ જીઆઇડીસી વિસ્તારમાં શિવમ સોલ્ટ ઇન્ડસ્ટ્રીઝ ખાતે ટાટા કંપનીનું ઓથોરાઇઝ ડીલરશીપ પ્રમાણપત્ર કે કોપીરાઇટ સર્ટિફિકેટ ન હોવા છતાં પણ ટાટા સોલ્ટ કંપનીના લોગો તથા કલર ડિઝાઇનને મળતી પ્લાસ્ટિક બેગ તથા રોલનો ઉપયોગ કરવામાં આવતો હતો જેથી કરીને હાલમાં કંપનીના કર્મચારી દ્વારા ૬૦ હજાર રૂપિયાની કિંમતનો મુદ્દામાલ સ્થળ ઉપરથી કબજે કરીને શિવમ સોલ્ટ ઇન્ડસ્ટ્રીઝ વાળાની સામે કોપીરાઇટ એક્ટ મુજબ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લાના રહેવાસી અને ટાટા સોલ્ટ કંપનીમાં કામ કરતા રોહિતકુમાર ઉર્વેશકુમાર કર્ણાવત જાતે રાજપૂત (૨૨) નામના યુવાને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગોપાલભાઈ બાબુલાલ ઠક્કર જાતે લોહાણા (૫૬) રહે. અન્ન ક્ષેત્ર પાસે પિતૃ છાયા મકાન હળવદ વાળાની સામે કોપી રાઇટ એક્ટ મુજબ ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે, હળવદની જીઆઇડીસીમાં શિવમ સોલ્ટ ઇન્ડસ્ટ્રીઝ નામનું કારખાનું ગોપાલભાઈનું આવેલ છે જ્યાં ટાટા કંપનીનું ઓથોરાઈઝ ડીલરશીપ પ્રમાણપત્ર કે કોપીરાઇટ સર્ટિફિકેટ ન હોવા છતાં પણ કારખાનામાં ટાટા સોલ્ટ કંપનીના પ્લાસ્ટિકના પ્રિન્ટેડ વિથ સુપર ગોલ્ડ સોલ્ટ લખેલ ટાટા કંપનીના લોગો તથા કલર અને ડિઝાઇન સાથે મળતા સામ્યતા ધરાવતા રોલ નંગ ૧૦૦ જેની કિંમત ૩૦ હજાર રૂપિયા તથા મીઠાની ખાલી થેલી ૨૦ હજાર નંગ જેની કિંમત ૩૦ હજાર રૂપિયા આમ કુલ મળીને ૬૦ હજારની કિંમતનો મુદામાલ સ્થળ ઉપરથી કબજે કરેલ છે અને કંપનીના કર્મચારી દ્વારા નોંધવામાં આવેલ ફરિયાદરે પોલીસે કોપી રાઈટ ૧૯૫૭ ની કલમ ૬૩ અને ૬૪ મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે આ કેસની વધુ તપાસ હળવદના પીએસઆઇ કે.એન. જેઠવા ચલાવી રહ્યા છે