વાંકાનેર તાલુકાનાં લુણસર ગામ ખાતે ગુજરાત સરકારનાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સામુહિક આરોગ્ય કેન્દ્રના નવા મકાનનું ખાતમુહૂર્ત વાંકાનેરધારાસભ્ય જીતુભાઈ સોમાણીનાં વરદ્ હસ્તે કરવામાં આવ્યું હતું .
આ પ્રસંગે વાંકાનેર શહેર ભાજપ પ્રમુખ પરેશભાઈ મઢવી, ઈસુબભાઈ શેરસીયા, તાલુકા પંચાયત સદસ્ય કીરીટભાઈ નાનજીભાઈ, સરપંચ ડાયાભાઈ માધવજીભાઈ, માજી સરપંચ ભરતભાઈ મહાદેવભાઈ, તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા










