શિક્ષણ ની સાથે વિધાર્થીઓના જીવન ઘડતર ની બાબત માં સતત પ્રયત્નશીલ રહેતી મોરબીની પી.જી.પટેલ કોલેજમાં પ્રમુખ દેવકરણભાઈ તથા આચાર્ય ડો.રવિન્દ્ર ભટ્ટ ની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ કોલેજના સ્ટાફ તેમજ વિધાર્થીઓ માટે તાજેતરમાં ખુબ જ પ્રખ્યાત બનેલી અને કાશ્મીરી પંડિતોના વિસ્થાપન ની સત્યઘટના પર બનેલી ફિલ્મ “The Kashmir Files” નિહાળવાનું વિશેષ આયોજન સ્કાય મલ્ટીપ્લેક્સ ખાતે કરવામાં આવેલ છે.





અત્રે ઉલ્લેખનીય છેકે આવી પહેલ કરનાર મોરબીની આ પ્રથમ કોલેજ છે. આ આયોજન મા યંગ ઇન્ડિયા ગૃપ ના મેન્ટોર દેવેનભાઈ રબારી નો પુર્ણ સહકાર મળ્યો હતો. આ આયોજનમાં કોલેજના વિધાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.
અને આ તકે કોલેજના પ્રાધ્યાપકો સાથે કોલેજના સૌથી સિનિયર પ્રાધ્યાપક શ્રી અનિલભાઈ કંસારા સાહેબ પણ જોડાયા હતા.
