મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા પ્રબુદ્ધ નાગરિકો માટે ખાસ ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ’ નો શો યોજાયો

પત્રકારો, શિક્ષકો સહિતના બુદ્ધિજીવીઓને કાશ્મીરી પંડિતોની દર્દનાક દાસ્તાનને વર્ણવતી ફિલ્મ દર્શાવી

મોરબી : કાશ્મીરી પંડિતો ઉપરના અમાનુષી અત્યાચારની સત્ય ઘટના પર આધારિત ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ તાજેતરમાં જ રિલીઝ થઈ છે. ત્યારે આ સત્ય ઘટના પર આધારિત ફિલ્મ મોરબીના પ્રબુદ્ધ નાગરિકો નિહાળી શકે તે માટે જાણીતા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આજે એક ખાસ શોનું અયોજન કરવામાં આવ્યું હતું અને પત્રકારો, શિક્ષકો સહિતના બુદ્ધિજીવીઓને કાશ્મીરી પંડિતોની દર્દનાક દાસ્તાનને સાક્ષાત્કાર કરાવતી આ ફિલ્મ ઘ કાશ્મીર ફાઇલ દર્શાવી હતી.

મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા સ્કાઈ મોલ ખાતે ચાલી રહેલી ધ કાશ્મીર ફાઇલ મુવીનો પત્રકારો તેમજ શિક્ષકો અને જુદાજુદા ક્ષેત્રેના બુદ્ધિજીવીઓ માટે વિશેષ શોનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોરબી જિલ્લા ભાજપના મહિલા મોરચાના અગ્રણી મંજુલાબેન દેત્રોજા તથા તેમની ટીમ, Rss સંચાલીત વિદ્યાભરતી સંસ્થા શિશુમંદિરના 90 શિક્ષણ ગણ, ટ્રસ્ટી, વ્યવસ્થાપકો જ્યંતીભાઈ રાજકોટિયા, ડો.ગઢિયા, ડો.લતાબહેન ગઢિયા, ડો.ચિરાગભાઈ આઘારા, ક્લોક એશો.ના પ્રમુખ શશાંકભાઈ દંગી,મોરબી પ્રેસ એસોસિએશનના પ્રમુખ અતુલભાઈ જોશી તથા તમામ પત્રકારો અને શિક્ષકસંઘના પ્રમુખ દિનેશભાઇ વડાસોલા સહિતના પ્રબુદ્ધ નાગરિકોએ સ્કાઈ મોલ સિનેમામાં ઉપસ્થિત રહીને આ ફિલ્મ નિહાળી હતી.

આ અંગે યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે, વર્ષ 1990 દરમિયાન કાશ્મીરમાં પંડિતો ઉપર પાકિસ્તાન પ્રેરિત આતંકીઓ રાક્ષસોને પણ તેવો અમાનુષી અત્યાચાર ગુજાર્યો હતો અને કાશ્મીરી પંડિતો ઉપર મોટાપાયે હિંસા આચરવામાં આવી હતી. પરિણામે અનેક કાશ્મીરી પંડિતો શહીદ થયા હતા અને ઘણા કાશ્મીરી પંડિતોએ હિજરત કરવા મજુબર બન્યા હતા. આ સત્ય ઘટના ઉપર આધારિત ઘ કાશ્મીર ફાઇલ મુવી બનાવવામાં આવી છે અને મોરબીના સ્કાઈ મોલ સિનેમા આ ફિલ્મ પ્રદર્શિત કરવામાં આવી છે. ત્યારે મોરબીના બુદ્ધિજીવીઓ લોકો પણ આ ફિલ્મ નિહાળી શકે તે માટે અમારા ગ્રુપ દ્વારા આ એક ખાસ શોનું આયોજન કરાયું હતું.