મોરબી જિલ્લામાં બે બાળ સંભાળ ગૃહો આવેલા છે. (૧) ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ વિકાસ વિદ્યાલય- મોરબી(કલ્યાણ ગ્રામ, શોભેશ્વર રોડ, મોરબી, તા.જિ. મોરબી) અને (૨) ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ રાષ્ટ્રીય શિક્ષણ સેવા પ્રતિષ્ઠાન-હળવદ (ગુરુકુળ પરિસર, સરા રોડ, હળવદ, તા. હળવદ, જિ.મોરબી) જે જુવેનાઇલ જસ્ટીસ (કેર એન્ડ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન) એક્ટ-૨૦૧૫ ની કલમ – ૫૦ હેઠળ રજીસ્ટ્રેશન થયેલ સ્વૈચ્છિક અનુદાન મેળવતી બિનસરકારી સંસ્થાઓ છે.
અહિં ૦૭ થી ૧૮ વર્ષની ઉમર સુધીની કાળજી અને રક્ષણની જરૂરીયાતવાળી દિકરીઓ જેમાં અનાથ, નિરાધાર, આશ્રય રહિત, એકલવાળી, માતા-પિતાની ગંભીર માંદગીનાના કારણે દિકરીઓની સંભાળ લેવા સક્ષમ ન હોય તેવા માતા-પિતાની દિકરીઓ અને કુદરતી કે કૃત્રિમ આપત્તિઓનો ભોગ બનેલ, શેરી/સ્લમ વિસ્તાર(ઝુંપડપટ્ટી) વગેરેમાં રહેતી દિકરીઓને અહીં પ્રવેશ આપવામાં આવશે. પ્રવેશ આપવામાં આવેલ દિકરીઓને આશ્રય, ખોરાક, આરોગ્ય, શિક્ષણ અને જરૂરી તમામ સગવડો વિના મુલ્યે પૂરી પાડવામાં આવે છે.
બાળ સંભાળ સંસ્થાઓમાં પ્રવેશ માટેનો અંતિમ નિર્ણય જિલ્લા બાળ કલ્યાણ સમિતિ-મોરબી દ્વારા જ લેવામાં આવશે તથા મોરબી જિલ્લાની દિકરીઓને પ્રવેશ માટે અગ્રીમતા આપવામાં આવશે. અહિં પ્રવેશ માટે (૧)શ્રી ડૉ.વિપુલ શેરસીયા, જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી, જિલ્લા બાળ સુરક્ષા એકમ -મોરબી, મો.નં. ૯૪૨૭૫૧૨૮૩૬, (૨) સુરક્ષા અધિકારી મો.નં. ૭૦૯૬૮૦૨૭૧૧ અથવા ૯૫૮૬૪૦૫૪૫૩ (૩) અધિક્ષક(I/C), ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ, વિકાસ વિદ્યાલય-મોરબી, મો.નં. ૯૮૭૯૪૯૮૭૮૭ (૪) અધિક્ષક, ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ, રાષ્ટ્રીય શિક્ષણ સેવા પ્રતિષ્ઠાન-હળવદ, મો.નં. ૯૮૨૪૯૯૪૮૯૧ નો સંપર્ક કરવા જિલ્લા બાળ સુરક્ષા અધિકારીની યાદીમાં જણાવાયું છે.