મોરબી : સમસ્ત બ્રહ્મસમાજએ “ધ કાશ્મીર ફાઈલ્સ” ફિલ્મ નિહાળી

કાશ્મીરી પંડિત(ભૂદેવો) ઉપરના લાગણીસભર વિષય ઉપર બનેલ ફિલ્મ ધ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મ સમસ્ત બ્રહ્મસમાજ મોરબી દ્વારા સિનેમા ઘરમાં નિહાળવામાં આવ્યું

સમસ્ત બ્રહ્મસમાજ મોરબી દ્વારા સ્કાય સિનેમા ખાતે મોરબીમાં વસતા ભૂદેવો માટે ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ નિહાળવા માટે નું આયોજન કરવામાં આવ્યું હતું જે ફિલ્મમાં બ્રહ્મસમાજની સત્ય હકીકત અને ભૂતકાળમાં બનેલા બનાવોને જીવિત કરતી ખૂબ જ સરસ મુવી બ્રહ્મસમાજના 190 કરતા પણ વધુ લોકો દ્વારા નિહાળવામાં આવી તથા ફિલ્મ પૂર્ણ થયા બાદ લોકોના મુખ ઉપર એક નવી ક્રાંતિ , નવી ઊર્જા તથા રાષ્ટ્ર ભક્તિ અને સામજિક એકતાના દર્શન થતાં હોય એમ લાગતું હતું