આગામી હોળી-ધુળેટીના તહેવારની શાંતીથી ઉજવણી થાય તે માટે મોરબી જીલ્લામાં છેલ્લા બે દિવસમાં દેશી વિદેશી દારૂ તથા ભઠ્ઠીઓના અલગ અલગ કુલ-૩૮ કેશો શોધી કુલ કી.રૂ.૪,૭૫,૦૧૫/- ના મુદામાલ સાથે કુલ-૪૮ આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરતી મોરબી પોલીસ
સમગ્ર ગુજરાત રાજયમાં આગામી તા૧૭-૧૮/૦૩/૨૦૨૨ ના રોજ હોળી-ધુળેટીના તહેવારની ઉજવણી કરવામાં આવનાર હોય જે નિમીતે ગેરકાયદેસર દારૂની હેરાફેરી તથા સેવનની શકયતા રહેતી હોય જે તહેવારો શાંતીપૂર્ણ માહોલમાં યોજાય તે હેતુ થી રાજયમાં દારૂ-જુગારની ગેરકાયદેસરની પ્રવૃતિ પર અંકુશમાં લેવાના ઉદ્દેશ્યથી રાજયના તમામ શહેર/જીલ્લા ખાતે સ્પેશ્યલ પ્રોહીબીશન-જુગાર ડ્રાઇવનુ આયોજન કરેલ હોય જેથી
મોરબી જીલ્લામાં પ્રોહીબીશનની બદી સદંતર નાબૂદ કરવા સુચના કરેલ હોય જે અન્વયે મોરબી જીલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં છેલ્લા બે દિવસોમાં દેશી/વિદેશી દારૂ તથા ભઠ્ઠીઓના અલગ અલગ કુલ-૩૮ કેશો શોધી કુલ કી.રૂ.૪,૭૫,૦૧૫/ ના મુદામાલ સાથે કુલ-૪૮ આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. આ સમયગાળા દરમ્યાન ભઠ્ઠીના કુલ-૧૨ કેશો કરવામાં આવેલ છે. તેમજ આવી કાર્યવાહી આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે.
કબ્જે કરેલ મુદામાલ (૧) દેશી દારૂ કુલ લીટર-૮૨૦ કી.રૂ. ૧૬,૪૦૦, (૨) દેશી દારૂ બનાવવાનો ગરમઠંડો આથો કુલ લીટર-૫,૧૯૫ કી.રૂ. ૧૦,૩૯૦, (૩) વિદેશી દારૂની કુલ બોટલો નંગ-૨૬૪ કી.રૂ.૯૯,૧૪૫/- તથા વાહનો, ભઠ્ઠીના સાધનો મળી કુલ કી.રૂ. ૪,૭૫,૦૧૫/- નો મુદામાલ કબજે કરવામાં આવેલ છે
પકડાયેલ આરોપીઓની સંખ્યા (૧) દેશી/વિદેશી દારૂ તથા ભઠ્ઠીના કેશોમાં કુલ-૨૬ આરોપીઓ પકડવામાં આવેલ છે. (૨) દેશી/વિદેશી દારૂ તથા ભઠ્ઠીના કેશોમાં કુલ-૨૨ આરોપીઓ પકડવાના બાકી છે.