મોરબી : ફિમેલ હેલ્થ વર્કર તથા આશા બહેનોનું સન્માન કરાયું

મોરબી ખાતે રાષ્ટ્રીય રસીકરણ દિવસ નિમિતે પોલિયો 2022 કાર્યક્રમ અંતર્ગત સારી કામગીરી કરેલ ફિમેલ હેલ્થ વર્કર તથા આશા બહેનો નો સન્માન કાર્યક્રમ તથા સાંસ્કૃતિક કાર્યક્રમ રાખેલ હતો,જેમાં મોરબી તાલુકા પંચાયત ના પ્રમુખ રમાબેન ચાવડા તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.કતિરા તાલુકા હેલ્થ ઓફિસર મોરબી

અન્ય આગેવાનો એ ખાસ હાજરી આપેલ હતી અને આશા બહેનો તથા ફિમેલ હેલ્થ વર્કરનુ આ તકે તેઓએ સન્માન કરેલ હતું અને તેમની કામગીરી ને બિરદાવેલ હતી.