શકત સનાળા કુમાર શાળા ના પટાંગણમાં સવારે 8:00 વાગ્યે તમામ સ્પર્ધકોનું આગમન થયું અને તમામ સ્પર્ધકોની હાજરી અને રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું. વ્યવસ્થાપન સમિતિના સભ્યઓ શકત શનાળા ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી સોનલબેન પ્રફુલભાઈ બાવરવા (અધ્યક્ષ), કલ્પેશભાઈ ફુલતરિયા (સહ અધ્યક્ષ), શ્રીમતી વિમલાબેન મણીલાલ સાણજા (સભ્ય સચિવ), હર્ષદકુમાર તરશીભાઇ પટેલ( સભ્ય સચિવ), શ્રીમતી ઇલાબેન મોતીભાઈ બેડીયા(યોગ કોચ ટ્રેનર), શ્રીમતી નીતાબેન ધીરજલાલ જોશી(સભ્ય) કાર્યક્રમમાં ઉપસ્થિત રહી પોતાની જવાબદારી સુપેરે નિભાવી.
સૂર્ય નમસ્કાર સ્પર્ધા અંતર્ગત મોરબી નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણઅધિકારી દિનેશભાઈ ગલચરની ખાસ વિશેષ ઉપસ્થિતિ રહી. ઉપસ્થિત તમામ મહાનુભાવોના વરદ હશે સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું દીપ પ્રાગટ્ય કરી ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ઉપસ્થિત તમામ સ્પર્ધકોને ગાયત્રી મંત્ર ની થીમ પર સુર્યસ્તુતી,સૂક્ષ્મ વ્યાયામ,ધ્યાન અને યોગ નિદર્શન કરવામાં આવ્યું. ત્યારબાદ કાર્યક્રમ અંતર્ગત પ્રેરક ઉદબોધન પૂરું પાડવામાં આવ્યું.
ત્યારબાદ સૂર્ય નમસ્કાર સ્પર્ધા શરૂ કરવામાં આવી,આ સૂર્ય નમસ્કાર સ્પર્ધા ત્રણ જૂથમાં શરૂ કરવામાં આવી. સ્પર્ધાના અંતમાં નિર્ણાયકો દ્વારા તમામ જૂથના સ્પર્ધકોને વય મર્યાદા મુજબ દરેક જૂથ માંથી એક ભાઈ અને એક બેનની પસંદગીની જાહેરાત કરવામાં આવી.
કાર્યક્રમના સમાપન સમારોહ પ્રસંગે દરેક જૂથ વાઈઝ પસંદ કરેલા સ્પર્ધકોને ગ્રામ પંચાયતના સરપંચ અને કાર્યક્રમના અધ્યક્ષ શ્રીમતી સોનલબેન પ્રફુલભાઈ બાવરવા તરફથી ગ્રામ્ય કક્ષાએ રૂ.૧૦૧/-નો રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન શકત શનાળા પ્લોટ શાળાના આચાર્ય હર્ષદભાઈ મારવણીયા દ્વારા કરવામાં આવ્યું
કાર્યક્રમના અંતમાં આભારવિધિ શકત સનાળા કુમાર શાળાના મદદનીશ શિક્ષક રાજેશભાઈ મારવણીયા દ્વારા કરવામાં આવી