ધોરણ 7 અને 8 માં અભ્યાસ કરતી 108 જેટલી બાળાઓ અને 90 જેટલા કુમારોએ હોંશભેર વેકસિન મુકાવી.
સરકાર આબાલ,વૃદ્ધ અને યુવાનો સૌની ચિંતા કરી રહી છે,કોરોના સામે વેકસીનથી તમામ લોકો સુરક્ષા કવચ મેળવે એ માટે સૌ પ્રથમ ફ્રન્ટ લાઈન વર્કર, ત્યારબાદ 45 વર્ષથી ઉપરના વ્યક્તિઓ ત્યારબાદ 18 થી 45 વય ધરાવતા યુવાનો પછી 15 થી 17 વર્ષની વય ધરાવતા તરૂણો અને હાલ સમગ્ર દેશની સાથે સાથે સમગ્ર ગુજરાત અને સમગ્ર મોરબી જિલ્લામાં 12 થી 14 વર્ષની વ્યજુથ ધરાવતા એટલે કે ધોરણ સાત અને આઠમા અભ્યાસ કરતા બાળકોને વેકસિન મુકવાનું કાર્ય ચાલુ છે
ત્યારે આરોગ્ય વિભાગ પી.એચ.સી બગથળા ના આરોગ્ય કર્મચારીઓ દ્વારા માધાપરવાડી કુમાર અને કન્યા શાળાનાં 172 જેટલા વિદ્યાર્થીઓને કોરબીવેકસીન નો ડોઝ મૂકી કોરોના સામે સુરક્ષા કવચ પૂરું પાડ્યું છે,વિદ્યાર્થીઓએ પણ હોંશભેર વેકસિન મુકાવી પૂરતો સાથ સહકાર આપેલ હતો એમ બંને શાળાના આચાર્ય દિનેશભાઈ વડસોલા અને તુષારભાઈ બોપલીયાની યાદીમાં જણાવવામાં આવ્યું છે