મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રંગોત્સવ ઉજવાયો

કોરોના કાળના બે વર્ષ બાદ હોળીનો તહેવાર એકમેકને રંગ લગાવી રંગે ચંગે ઉજવ્યો

મોરબીની માધાપરવાડી શાળામાં દરેક તહેવારો હર્ષોલ્લાસથી ઉજવવામાં આવે છે,નવરાત્રી હોય જન્માષ્ટમી હોય,રાષ્ટ્રીય તહેવારો હોય કે પછી હોળી અને ધુળેટી જેવા રંગોનો તહેવાર હોય શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે મળીને ઉજવે છે,જેથી વિદ્યાર્થીઓ અને શિક્ષકો વચ્ચે સ્નેહનો સેતુ રચાય,શાળામાં ભાવાવરણના લીધે વિદ્યાર્થીઓને શાળાએ આવવું ગમે છે,રોકાવું ગમે છે અને ભણવું ગમે છે,એક સમયે આ શાળામાં 250 વિદ્યાર્થીની ઓની સંખ્યા હતી

એમાં150 ના વધારા સાથે 400 વિદ્યાર્થીનીઓની સંખ્યા થઈ ગઈ છે,શાળામાં હોળી નિમિત્તે બધી જ બાળાઓને શિક્ષકો તરફથી રંગો લઈ આપ્યા અને સૌએ સાથે મળી એકમેકને રંગ લગાવી ખુબજ હર્ષોલ્લાસ સાથે હોળીના તહેવારની ઉજવણી કરી આનંદ માણ્યો હતો.