રાજ્ય સરકારે પાકિસ્તાન સરકાર ને અઢાર વખત કરી રજુવાતો.
દેશમાં સૌથી વધુ દરીયા કિનારો ગુજરાત રાજ્ય ધરાવે છે. ગુજરાતના દરિયા કાંઠે વસતા માછીમારો દરિયામાં માછીમારી કરતા સમયે ઘણા દૂર જતા રહે છે અને ગુજરાતની દરિયાઈ સીમા ઓળંગી જતા હોઇ છે. એવા સમયે પાડોશી દેશની દરિયાઈ સરહદમાં માછીમારો પોહચી જતા હોય છે.છેલ્લા બે વર્ષમાં રાજ્યના ૫૧૯ માછીમારો પાકિસ્તાની જેલમાં બંધ છે.
વિધાન સભામાં પૂંજાભાઈ વંશ દ્વારા પૂછવામાં આવેલ પ્રશ્નના જવાબમાં વર્ષ ૨૦૨૦ અને ૨૦૨૧ ના સમયગાળા દરમિયાન કુલ ૩૫૮ માછી મારો પાકિસ્તાન ફોર્સ દ્વારા પકડવામાં આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૦ માં સાત વાર અને વર્ષ ૨૦૨૧ માં અગિયાર વાર મળી કુલ છેલ્લા બે વર્ષમાં અઢાર વાર રજુવાતો કરેલ છે.