31 ડિસેમ્બરે બગથળા ગામના વતની અને મોરબી મા રહેતા પરિવારો નુ સ્નેહમિલન યોજાયેલ તેમા ગામના તેજસ્વી વિદ્યાર્થીઓ નુ સન્માન અને સાથે જ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રજુ કરવામાં આવ્યા
જેમા નોંધનીય બાબત એ હતી કે તેમા રજુ કરવામાં આવેલ દરેક કૃતિઓ મા ભારતીય સંસ્કૃતિ ના મુલ્યો જળવાઈ રહે એનુ ખાસ ધ્યાન રાખવામાં આવેલ અત્યારે જ્યારે 31 ડિસેમ્બરને નવા વર્ષ તરીકે ઉજવવાનો ટ્રેન્ડ શરૂ થયો છે ત્યારે આજની યુવા પેઢી ક્લબ પાર્ટી અને ફ્રેન્ડ્સ સાથે તેની ઉજવણી કરે છે તેના બદલે બગથળા ગામની કોલેજની યુવતીઓ અને માતાઓએ આપડી સંસ્કૃતિ જળવાઈ રહે એ હેતુથી મહાભારત સોંગ ,ગરબા અને સાથે બાળકોએ દેશભક્તિ ગીત, ગુજરાતી બાળગીત, ગીતાસંદેશ પર કૃતિઓ રજુ કરી અને અત્યારના બાળકો પશ્ચિમી સંસ્કૃતિ નુ આંધળુ અનુકરણ કરી અધોગતિ તરફ જઈ રહ્યા છે
ત્યારે બગથળા ગામની દિકરીઓ એ શ્રીમદ્ ભગવદ્ ગીતા ના શ્લોકો પર અંતાક્ષરી રમીને સૌને મંત્રમુગ્ધ કરી દિધા બાળકો ને જો નાનપણથી જ આપણી સંસ્કૃતિ સાથે જોડવામાં આવે તો ભારતીય જીવન મૂલ્યો જળવાઈ રહે ભણતર ની બાબત મા મોરબી જિલ્લા માં મોખરે રહેલા બગથળા ગામે બુધ્ધિ ,સંસ્કાર અને સંસ્કૃતિ ને રજુ કરતી અંતાક્ષરી નુ આયોજન કરી અન્ય લોકો ને નવો રાહ ચિંધ્યો છે