મોરબીની માધાપરવાડી શાળાની બાળાઓ બિઝનેસ ટાયકુન દ્વારા વ્યાવસાયિક જ્ઞાન પ્રાપ્ત કર્યું
મોરબીની પીએમશ્રી પ્રધાનમંત્રી રાઈઝિંગ સ્કૂલ ઓફ ઈન્ડિયા માટે પસંદ થયેલ માધાપરવાડી કન્યા શાળા અનેકવિધ પ્રવૃત્તિઓ માટે જાણીતી છે ત્યારે વધુ એક પ્રવૃત્તિ બિઝનેસ ટાયકુન દ્વારા વિદ્યાર્થીનીઓને વ્યવસાયિક શિક્ષણ આપવામાં આવ્યું હતું. જેમાં ધો.6 થી 8 માં અભ્યાસ કરતી બાળાઓએ પોતે જાતે બનાવેલી પાણીપુરી, દાબેલી, ભેળ,ચાટ,ફ્રૂટ ડિશ,શરબત,લસ્સી ટોસ્ટર સેન્ડવીચ, મશાલા ખાખરા, દહીં પુરી, ટેસ્ટફૂલ પૌઆના વડા જેવી અનેકવિધ વસ્તુ બનાવી ખાણી પીણી સ્ટોલ કર્યા હતા. સ્ટોલના વિવિધ નામો જેવા કે R.K. ચણા ચાટ,લક્કી ભેળ, શિવ બેકરી નામ રાખ્યા હતા.
અન્ય બાળાઓ તેમજ માધાપરવાડી કુમાર શાળાના વિદ્યાર્થીઓએ પોતાના ખિસ્સા ખર્ચીના રૂપિયામાંથી વસ્તુઓ ખરીદી આરોગી હતી,સ્ટોલ કરનાર બાળાઓએ પોતે જે જે વસ્તુ લાવ્યા હતા એનો હિસાબ રાખ્યો હતો અને વેચેલા માલનો હિસાબ રાખ્યો હતો,એમાંથી કેટલો નફો થયો તેનો હિસાબ રાખ્યો હતો. જેને સૌથી વધુ નફો કર્યો હોય અને સૌથી વધુ વકરો વેપાર કર્યો હોય એનું પ્રમાણપત્ર અર્પણ કરી સન્માન કરવામાં આવશે.કુલ સિત્તેર જેટલી બાળાઓએ 30 જેટલી વિવિધ વાનગીઓ બનાવી હતી અને બિઝનેસ ટાયકુનનો લાભ બંને શાળાના 600 જેટલા વિદ્યાર્થીઓ અને ગ્રામજનોએ લીધી હતો. કાર્યક્રમ સફળ બનાવવામાં શાળાના તમામ સ્ટાફે ખુબજ જહેમત ઉઠાવી હતી.