નવયુગ શૈક્ષણિક સંકુલ ખાતે KG તથા ધોરણ 1 થી 12 ના વિદ્યાર્થીઓના વાલીઓ માટે સેમિનાર યોજાયો
જેમાં પ્રખ્યાત મોટીવેશનલ અને સુપ્રસિદ્ધ કેળવણીકાર એવા નેહલબેન ગઢવી દ્વારા માતા -પિતાને સચોટ માર્ગદર્શન આપવામાં આવેલ.તેમજ સંસ્થાના પ્રમુખ પી. ડી. કાંજીયાના વક્તવ્ય દ્વારા વાલીઓને સંબોધવામાં આવ્યા હતા.
નવયુગ એજ્યુકેશન એન્ડ ચેરી. ટ્રસ્ટના પ્રમુખ શ્રીમતી રંજનબેન પી. કાંજીયા તેમજ સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી બળદેવસર સરસાવાડિયા એ હાજરી આપી હતી આ વાલી સેમિનારમાં બહોળી સંખ્યામાં વાલીઓએ હાજરી આપી હતી.