Home Morbi મોરબી જલારામ મંદિર દ્વારા મકરસંક્રાંતિના પર્વ નિમિતે રાહતદરે ટેસ્ટફુલ ચટાકેદાર ઉંધિયુ તથા...

મોરબી જલારામ મંદિર દ્વારા મકરસંક્રાંતિના પર્વ નિમિતે રાહતદરે ટેસ્ટફુલ ચટાકેદાર ઉંધિયુ તથા અંગુર બાસુંદીનુ વિતરણ

0
2

જલારામ મંદિર ના અડદીયા બનાવનાર આનંદ કેટરર્સ વાળા પ્રવિણભાઈ રસોયા દ્વારા શુધ્ધ તેલ માંથી ઉંધિયુ બનાવવા મા આવશે

પ્રતિવર્ષ ની જેમ પ્રવર્તમાન વર્ષે પણ મોરબી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા સર્વજ્ઞાતિય રાહતદરે ટેસ્ટફુલ ચટેકાદેર શુધ્ધ તેલ માંથી બનેલ ઉંધિયા વિતરણ નુ આયોજન કરવા મા આવેલ છે. મોરબી જલારામ મંદિર ના અડદીયા, બદામપાક, ગુંદરપાક બનાવનાર આનંદ કેટરર્સ વાળા પ્રવિણભાઈ રસોયા દ્વારા ઉંધિયુ બનાવવા માં આવશે તેમજ ડ્રાઈફ્રુટ થી ભરપુર અંગુર બાસુંદી નુ વિતરણ કરવા માં આવશે. ઉંધિયુ પ્રતિકીલો રૂ.૧૮૦ ના ભાવે તેમજ બાસુંદી પ્રતિકીલો રૂ.૩૦૦ ના ભાવે ઉપલબ્ધ રહેશે.

ઉંધિયુ તેમજ બાસુંદી વિતરણ તા.૧૪-૧-૨૦૨૪ રવિવારે મકરસંક્રાંતિ ના રોજ સવારે ૯ કલાક થી શહેર ના અયોધ્યાપુરી રોડ સ્થિત શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે થી થશે. ઉંધિયુ તથા બાસુંદી મેળવવા એડવાન્સ બુકિંગ માટે શ્રી જલારામ પ્રાર્થના મંદિર-અયોધ્યાપુરી રોડ નો સંપર્ક કરવા સંસ્થા ના અગ્રણી ભાવીનભાઈ ઘેલાણી તથા ચિરાગભાઈ રાચ્છે યાદી મા જણાવ્યુ છે.

નોંધઃ- મર્યાદીત જથ્થા માં જ ઉંધિયુ તેમજ અંગુર બાસુંદી નું વિતરણ કરવાનું હોય વહેલી તકે બુકીંગ કરાવવુ આવશ્યક છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here