ટંકારા થી ટોળ ગામ સુધીનો મંજુર થયેલ રસ્તાનું કામ શરુ કરવા રજુઆત

ટંકારા થી ટોળ ગામ સુધી નો રસ્તો લગભગ એકાદ વર્ષ થી મંજુર થયેલો હોય ત્યારે આજ સુધ્ધી રસ્તા નું કામ ચાલુ થયેલ નથી રાજ્ય સરકાર દ્વારા ૬૦૮.૬૪ લાખ જેવી માતબર રકમ મંજુર થયેલ હોય જે તે કંપની ને કામ પણ આપેલ હોય છતા આજ સુધી જેમની તેમ જ સ્થિતિ છે રોડ કંપની અને વહીવટી તંત્ર ના પાપ માં આમ જનતા પીડાય રહી છે

અવાર નવાર કાર્યપાલક ઈજનેર ચૌધરીને રજુઆત કરવા છતા પરિણામ જેમનુ તેમ જ છે રસ્તા બે બે ફૂટ ના ખાડા છે લોકો પરેશાન છે આ કામ વહેલી તકે શરૂ કરાવવા ટંકારા યુવા ભાજપ મહામંત્રી ઘેલાભાઈ ફાંગલિયાએ કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીને રજુઆત કરાઈ