Home Tankara ટંકારા : ખેતીની જમીન પચાવી પાડનાર બે ઈસમો વિરુધ્ધ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ

ટંકારા : ખેતીની જમીન પચાવી પાડનાર બે ઈસમો વિરુધ્ધ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ

0
2

ટંકારા પોલીસ સ્ટેશન ખાતે લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટનો ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. જેમાં બે ઈસમોએ હડમતીયા ગામની સીમમાં અન્ય વ્યક્તિની જમીન ઉપર કબ્જો કરી જીરું વાવી દેતા સમગ્ર મામલે મોરબીના એડવોકેટ ધારા વી. કુંડારીયા તથા ચિરાગ પી. પાડલીયાની સલાહ સૂચન અને માર્ગદર્શન મુજબ લેન્ડ ગ્રેબિગની ફરિયાદ નોંધાઈ છે

મળતી માહિતી અનુસાર, મોરબીનાં રવાપર રોડ પાર આવેલ યોગેશ્વર સોસાયટીમાં ભંભોડીની વાડી ખાતે રહેતા અને ખેતીકામ કરતા અનસોયાબેન રમેશભાઈ નકુમની ટંકારા તાલુકાના હડમતીયા ગામની સીમમા ખેરાર નામે ઓળખાતી વાડી જેના સર્વે નંબર ૨૪૫ પૈકી ૩ ની હેક્ટર આર.એ.-૦૦-૮૦-૯૪ ૮૦-૯૪ થી ૫ વિઘા જમીન આવેલ હોય જે જમીન પૈકી ૨૬ ગુઠા જેટલી જમીન ઉપર ભીખાભાઈ વાલજીભાઈ સીણોજીયા તથા જયંતિભાઈ વાલજીભાઈ સીણોજીયા નામના શખ્સોએ ગેર કાયદેસર કબ્જો કરી લઈ જીરૂનું વાવેતર કરતા અનસોયાબેન દ્વારા સમગ્ર મામલે એડવોકેટ ધારા વી. કુંડારીયા તથા ચિરાગ પી. પાડલીયાની સલાહ લઈ મોરબી જિલ્લા કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા જતા કલેક્ટર દ્વારા સમગ્ર મામલે ફરિયાદ નોંધવા આદેશ આપતા ટંકારા પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો નોંધાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here