નવયુગ કોલેજના પ્રિન્સિપાલ ડૉ. હિરેન મહેતાની ડિસ્ટ્રિક્ટ રિસોર્સ પર્સન તરીકે પસંદગી

ભારત સરકાર દ્વારા શિક્ષણ મંત્રાલય અંતર્ગત મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ પરિષદ હૈદરાબાદ દ્વારા ભારત સરકારના કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનની અધ્યક્ષતા હેઠળ હૈદરાબાદ મુકામે નેશનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલ છે.

આ નેશનલ કોન્ફરન્સનું ઉદ્દેશ્ય ભારતની ગ્રામ્ય વિસ્તારમાં આવેલી કૉલેજો ગ્રીન કેમ્પસ બને તેમજ ગ્રામ્ય વિસ્તારમાં આવેલી કૉલેજોનું સક્સેસ સ્ટોરી  રિસર્ચ પેપર અને પેપર પ્રેઝન્ટેશન કરવામાં આવશે. ગુજરાતમાંથી ભારત સરકાર દ્વારા આઠ જિલ્લા પસંદ કરવામાં આવેલ છે જેમાં મોરબી જિલ્લો પણ પસંદ કરવામાં આવેલ છે.

મોરબી જિલ્લામાંથી નવયુગ કૉલેજના પ્રિન્સિપાલ ડૉ. હિરેન મહેતાની  District Resource Person તરીકે પસંદગી કરવામાં આવેલ છે, આગામી તારીખ ૨૧ અને ૨૨ માર્ચ 2022 ના રોજ મોરબી જિલ્લાની ગ્રામ્ય કૉલેજનું પેપર પ્રેઝન્ટેશન પણ કરવામાં આવશે. ગ્રામ્યવિકાસ મહિલા સશક્તિકરણ, સૌર ઉર્જા, પર્યાવરણ સંરક્ષણ, સ્વચ્છતા અભિયાન, તેમજ જળ સંપત્તિનું સંરક્ષણ – આ નેશનલ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ છે.

નવયુગ કૉલેજના પ્રિન્સિપાલ ડૉ. હિરેન મહેતા રાષ્ટ્રીય કક્ષાએ મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. અગાઉ ડૉ. હિરેન મહેતાએ જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી, વર્લ્ડ બેંક અને ભારત સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગમાં નેશનલ રિસોર્સ પર્સન તરીકેની જવાબદારી નિભાવેલી હતી. દસથી વધારે રિસર્ચ પેપર તેમજ પાંચથી વધારે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં પ્રતિનિધિત્વ કરેલ છે.