ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા આગામી 21 જાન્યુઆરી ના રોજ અયોધ્યા શ્રી રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા ઉત્સવ અંતર્ગત દરબારગઢમાં આવેલા રામ મંદિર પાસે ચોકમાં દીપમાળા, મહાઆરતી, રામ ધુન અને રામના 108 મણકાના જાપ યોજાશે
રાષ્ટ્રની અસ્મિતા અને ગૌરવ સમાન પ્રતીક એવા અયોધ્યામાં રામ મંદિરમાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે ત્યારે રાષ્ટ્રીય મહાપર્વ મહા પ્રસંગ અને મહાઉત્સવ ને અખંડ ભારત દેશના બધા નાગરિકો સાથે મળીને ઉજવે છે ત્યારે સ્વદેશી તેમજ રાષ્ટ્રીયવાદ ને વરેલી એવી ઇન્ડિયન લાયોનેસ ક્લબ મોરબી દ્વારા મોરબીની ધર્મ પ્રેમી પ્રજાને આ મહા આરતીમાં અને રામધુનમાં જોડાવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવે છે
તારીખ 21-01-2024 રવિવાર, સમય સાંજે 5 થી 7, સ્થળ દરબાર ગઢ ચોક મોરબી ખાતે યોજાશે