હળવદ : નિશુલ્ક ચકલી ઘર તેમજ પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું

વિશાલ જયસ્વાલ દ્વારા : 20 માર્ચ એટલે કે વિશ્વ ચકલી દિવસ વિશ્વમાં ચકલીની લુપ્ત થતી પ્રજાતિઓ ને બચાવવા ચકલી એક એવું પક્ષી છે કે જે જ્યાં ત્યાં પોતાનો માળો બાંધી શક્તિ નથી ત્યારે હળવદ ની એક સામાજિક સંસ્થા ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ હળવદ કે જે છેલ્લા છ વર્ષથી વિશ્વ ચકલી દિવસ નિમિત્તે લુપ્ત પ્રજાતિઓને બચાવવા માટે ટીમ દર વર્ષે ચકલી ઘર તેમજ પીવાના પાણીના કુંડા સહિતનું નિશુલ્ક વિતરણ કરે છે

ત્યારે 20 માર્ચ એટલે કે વિશ્વ ચકલી દિવસ નિમીતે યુવા ગ્રુપ દ્વારા એક હજારથી વધુ ચકલી ઘર ૫૦૦થી વધુ પીવાના પાણીના કુંડા તેમજ 200થી વધુ પતરાના ચકલી ઘર નું વિતરણ કરવામાં આવ્યું અત્યાર સુધીમાં અંદાજે ૧૦૦૦૦થી વધારે ચકલી ઘર 3,000થી વધારે પીવાના પાણીના કુંડ ની ડીશ નું વિતરણ આ ગ્રુપ કરી ચૂક્યું છે હળવદમાં છેલ્લા ઘણા સમયથી અલગ અલગ સામાજિક કાર્ય કરી લોકહિતના કાર્યો કરે છે

આ કાર્યક્રમને સફળ બનાવવા ગ્રુપ ના સર્વ મિત્રો હાજર રહ્યા હતા