ગુજરાતની તમામ લોકસભા સીટના મધ્યસ્થ કાર્યાલયોનું ઉદ્ઘાટન આજે થયું છે ત્યારે ભાવનગર લોકસભા સીટના મધ્યસ્થ કાર્યાલય શુભારંભ પ્રસંગે ઉપસ્થિત રહી રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે.પી.નડડા નું, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધન નિહાળી માર્ગદર્શન મેળવ્યું.
આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા, સાંસદ ડો. ભારતીબેન શિયાળ, પૂર્વ મંત્રી જીતુભાઇ વાઘાણી, લોકસભા સીટના પ્રભારી અને પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજા, સંયોજક અને પૂર્વ શહેર ઉપપ્રમુખ હરુભાઈ ગોંડલિયા, પૂર્વ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા પ્રભારી ચંદ્રશેખરભાઈ દવે, શહેર ભાજપ અધ્યક્ષ અભયસિંહ ચૌહાણ,મેયર ભરતભાઈ બારડ, શહેર ભાજપના મહામંત્રીઓ, મ્યુનિ. કોર્પોરેશનના પદાધિકારિઓ, જિલ્લા ભાજપના પ્રમુખ-મહામંત્રીઓ, પૂર્વ સાંસદ રાજુભાઈ રાણા, શહેર ભાજપના પૂર્વ પ્રમુખ ગિરીશભાઈ શાહ, ટી.એમ.પટેલ, સંગઠનના હોદ્દેદારો-આગેવાનો, કોર્પોરેટરઓ અને કાર્યકર્તા ભાઈ-બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા.