(અહેવાલ: જયેશ બોખાણી) : મોરબીના સામાકાંઠે સર્કિટ હાઉસ રોડ પર આવેલ શિવ કોમ્પલેક્ષમાં છેલ્લા 9 વર્ષથી કાર્યરત કેશર ફિઝીયોથેરાપી ક્લિનીકની બીજી બ્રાન્ચન શરૂ કરવામાં આવી છે. મોરબીના રવાપર રોડ પર સોમનાથ પ્લાઝાના ત્રીજા માળે શોપ નં.13માં કેસર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કેશર ફિઝિયોથેરાપી ક્લિનિકનો વડીલોના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો છે.
નવી બ્રાન્ચના શરૂઆત થતાં જ કેશર ફિઝીયોથેરાપી ક્લિનીકમાં તમામ દર્દીઓનું ફ્રી માં નિદાન તથા ફિઝિયોથેરાપીને લગતી તમામ સારવાર રાહતદરે કરી આપવાની ડો.મિતલ રૈયાણીએ જાહેરાત કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ કેશર ફિઝીયોથેરાપી ક્લિનીકના ડો.મિતલ રૈયાણી દ્વારા અનેક ફિઝિયોથેરાપી કેમ્પના આયોજન કરવામાં આવ્યા છે. જે કેમ્પમાં અનેક દર્દીઓએ લાભ લીધા છે. ત્યારે નવી બ્રાન્ચમાં પણ તેમની સેવા આપવાની જાહેરાતથી લોકો તેમના કાર્યની પ્રશંસા કરી શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.