સાર્થક વિદ્યામંદિર મોરબી ખાતે જિલ્લા વહીવટી તંત્ર ના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય મતદાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ તકે મામલતદાર તેમજ નાયબ મામલતદાર અને બોપલિયાભાઈ હાજર રહ્યા હતા
ધોરણ 11, 12 ના વિદ્યાર્થીઓને ઉપયોગી માહિતી આપવામાં આવી હતી મતદાન અવસર અને હું ભારત છું વિડિયો દ્વારા મતદાન નું મહત્વ સમજાવવામાં આવ્યું મામલતદારએ પોતાના વક્તવ્યમાં લોકશાહીની વ્યાખ્યા અને એક એક મત નું શું મહત્વ હોય છે તે ઉદાહરણ સાથે સમજાવ્યું હતું
શાળાના સંચાલક કિશોરભાઈ શુક્લએ આજનો વિદ્યાર્થીએ આવતીકાલનો નાગરિક તો છે જ પણ વિદ્યાર્થી કાળ દરમિયાન પૂર્ણ મતદાન માટે શું કરી શકે તે જણાવ્યું હતું