ગુજરાતના 8,50,000 શિક્ષક સહિતના કર્મચારીઓના હિતમાં લેવાયો નિર્ણય ૬ માર્ચ ના રોજ મહા મતદાન
મોટી માત્રામાં કર્મચારીઓ કરશે મતદાન ઓનલાઇન કામગીરીનો બહિષ્કાર, પેન ડાઉન,ચૉક ડાઉન થશે
નિરાકરણ નહીં આવે તો…
૯ માર્ચના રોજ ગાંધીનગર ખાતે મહાપંચાયત ૧૦૦,૦૦૦ એક લાખ થી વધુ શિક્ષક સહિત ના કર્મચારીઓ જોડાશે
છઠ્ઠી માર્ચના દિવસના મતદાન અનુસંધાને મતપત્રક, મતકુટીર, ઝોનલ અધિકારી, પ્રિસાઈન્ડિગ ઓફિસર, પોલિંગ ઓફિસરો સહિતના કર્મચારીઓની નિમણૂક થશે તથા એ અગાઉ મતદાન જાગૃતિના કાર્યક્રમો થશે
શિક્ષકો સહીત ના કર્મચારીઓ ને મળશે મતપત્રક… મતદાન બાદ મોડી રાત સુધી મતગણતરી થશે..મત ગણતરી ના છેલ્લા કોલમમાં થયેલ ટીક ની ગણતરી કરી સીલબંધ વૈધાનિક હજારો કવરો સરકારને સુપ્રત થશે
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ ગુજરાત પ્રેરિત રાષ્ટ્રીય સંયુક્ત મોરચા ગુજરાત દ્વારા જૂની પેન્શન યોજના લાગુ કરવા તથા અન્ય પડતર પ્રશ્નોને લઈ ઓગસ્ટ ૨૦૨૨ માં આંદોલન થયેલ. સરકાર સાથે થયેલ સમાધાન મુજબ તથા અન્ય પડતર પ્રશ્નો ન ઉકેલાતા આંદોલનાત્મક કાર્યક્રમો અંગે રણનીતિ ઘડવા બલરામ મંદિર ગાંધીનગર ખાતે આજે રાષ્ટ્રીય સંયુક્ત મોરચા સાથે જોડાયેલ ૭૫ થી વધુ સંગઠનો ભારતીય મજદૂર સંઘ(જી.ઇ.બી., એસ.ટી રીટાયર્ડ યુનિયન સહિત), અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ ગુજરાતના ૯ સંવર્ગ, ૦૧-૦૪-૨૦૦૫ પહેલા નિમાયેલ શિક્ષક કર્મચારીઓના ૨૭ થી વધુ અન્ય સંગઠનોના મળી કુલ ૩૦૦ થી વધુ પદાધિકારીઓની હાજરીમાં યોજાયેલ બેઠકમાં સરકાર દ્વારા જાહેર કરાયેલ સમાધાન મુજબના ઠરાવ ન થતા તથા પડતર પ્રશ્નો ન ઉકેલાતા જબરજસ્ત આક્રોશની લાગણી વ્યક્ત કરવામાં આવી. સરકાર દ્વારા આગામી ૪ માર્ચ સુધીમાં સમાધાન અનુસારના ઠરાવો બહાર પાડવામાં નહીં આવે તો આગામી ૬ માર્ચના રોજ રાષ્ટ્રીય સંયુક્ત મોરચો સાથે જોડાયેલ સંગઠન ગુજરાતના ૮,૫૦,૦૦૦ થી વધુ શિક્ષક કર્મચારીઓ શિક્ષક કર્મચારીઓના હિતમાં આંદોલન કરી તે દિવસે મહામતદાન, ઓનલાઈન કામગીરીથી અળગા રહી ચોક ડાઉન, પેન ડાઉન કરશે. ત્યારબાદ પણ પડતર પ્રશ્નો ન ઉકેલાય તો આગામી ૯ માર્ચના રોજ ગાંધીનગર ખાતે મહાપંચાયત યોજશે.જેમા કેસરી ધ્વજ પતાકા સાથે સમગ્ર ગુજરાતના વિવિધ સંગઠનો સંલગ્ન ૧૦૦,૦૦૦ એક લાખથી વધુ શિક્ષક કર્મચારીઓ ભગવા વસ્ત્રો, ખેસ, જય શ્રી રામ નામની પતાકા, સાફા પહેરી ગાંધીનગર ઉમટી પડશે.
જૂની પેન્શન યોજના લાગુ કરવા તથા સમાધાન મુજબના ઠરાવો બહાર પાડવા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત પ્રેરિત રાષ્ટ્રીય સંયુક્ત મોરચો ગુજરાતની પ્રાંત કારોબારીની બેઠકમાં તમામ શિક્ષક કર્મચારીઓને જૂની પેન્શન યોજના લાગુ કરવા તથા સરકારશ્રી રચિત પાંચ મંત્રીશ્રીઓના સમૂહ સાથે થયેલ સમાધાન અનુસાર તારીખ ૦૧-૦૪-૨૦૦૫ પહેલાં નિમણૂંક પામેલ શિક્ષક કર્મચારીઓને જુની પેન્શન યોજનામાં સમાવવા, એન.પી.એસ. વાળા શિક્ષક કર્મચારીઓના ૧૦% કપાત સામે સરકારનો ૧૪% ફાળો કાપવાનો ઠરાવ, સાતમા પગાર પંચ મુજબ ઘરભાડુ તથા ભથ્થા આપવા અને અન્ય પડતર પ્રશ્નો ન ઉકેલાતા ગુજરાત રાજ્યના 8,50,000 શિક્ષક કર્મચારીઓના હિતમાં આગામી ૬ માર્ચ ૨૦૨૪ ના રોજ મહા મતદાન, ઓનલાઇન કામગીરીથી અળગા રહેવા, પેનડાઉન, ચોકડાઉન નો નિર્ણય લેવાયો.
૬ માર્ચે યોજાનાર મહામતદાન પહેલાં જિલ્લા તાલુકા કક્ષાએ હોલ્ડિંગ લગાવી, મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજી તે દિવસે શિક્ષક કર્મચારીઓ પોતાના પડતર પ્રશ્નો ઉકેલવા તથા મહા પંચાયતમાં હાજરી આપવા શાળા, મંડલ, તાલુકા, જિલ્લા કક્ષાએ તથા ફરતી મતદાન પેટી જેવા વિવિધ વિકલ્પથી ખૂબ જ મોટી સંખ્યામાં મતદાન કરશે. રાત્રે મતગણતરી બાદ પરિણામ જાહેર તથા આવેલ તમામ બૅલેટ તથા પરિણામ આગામી દિવસોમાં ગાંધીનગર ખાતે રજીસ્ટ્રી ખાતે જમા કરાવી હકીકતથી વાકેફ કરશે.