મોરબી જિલ્લામાં એલડીઓ અને બાયોડિઝલ ના નામે ભેળસેળયુક્ત અન્ય પેટ્રોલિયમ પેદાશોનો અનધિકૃત અને ગેરકાયદેસર રીતે વેપલો કરવામાં આવતો હોવાની વારંવાર રાવ ઉઠવા પામે છે.
જેની વચ્ચે મોરબી તાલુકાના મહેન્દ્રનગર ગામે મોરબી-માળીયા હાઈવે ઉપર આવેલ હોટેલ ફર્નની બાજુમાં આવેલ સુનોરા ટાઈલ્સ પ્રા.લી. નામના ઔદ્યોગિક એકમમાં ગેરકાયદેસર રીતે ડીઝલના નામે પેટ્રોલિયમ પેદાશનું વેચાણ થતું હોવાની માહિતીના આધારે મોરબી એલસીબી પીએસઆઇ ભોચીયા, બી ડિવિઝન પીએસઆઇ ઝાલા, પુરવઠા નાયબ મામલતદાર શૈલેષ રાઠોડ તથા મામલતદાર, મોરબી ગ્રામ્ય એ સંયુક્ત રીતે તપાસ કરી તેમની ટીમ દ્વારા આવો ગેરકાયદેસર પેટ્રોલિયમ પેદાશ નો રૂ. ૧૪૨૫૦૦/- ની કિંમત નો ૧૯૦૦ લિટર જથ્થો ઝડપી પાડી આ ગેરકાયદેસર જથ્થો સીઝ કરી તેના સેમ્પલ લઈ ચકાસણી માટે એફ.એસ.એલ. ખાતે મોકલવાના આદેશો આપવામાં આવ્યા. વિશ્વાસનીય સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ માળીયા હળવદ અને નવલખી હાઇવે પર પણ આવા તત્વો રડારમાં હોય નજીકના ભવિષ્યમાં ત્યાં પણ આવી કાર્યવાહી થાય તો નવાઈ નહીં