ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા મેલેરિયા મુક્ત ગુજરાત-૨૦૨૨ ઉદેશને સાકાર કરવા વાહકજન્ય રોગોના અટકાયત માટે વહેલું નિદાન, સારવાર તેમજ વાહક નિયંત્રણ ની ધનિષ્ઠ કામગીરી સુનિશ્ચિત કરવા હાઉસ ટુ હાઉસ સઘન સર્વેલન્સ અને વાહક નિયંત્રણ ની કામગીરી ઝુંબેશ સ્વરૂપે આજ રોજ થી ચાલુ કરેલ છે. આ ઝુંબેશમાં સમગ્ર જીલ્લા ના દરેક વિસ્તારોને દરેક રાઉન્ડ માં આવરી લેવામાં આવશે. આ માટે પ્રથમ રાઉન્ડ તા-૨૧-૦૩-૨૨ થી તા:-૦૧-૦૪-૨૨ અને બીજો રાઉન્ડ તા:-૧૮-૦૪-૨૨ થી તા:-૩૦-૦૪-૨૨ ના રોજ હાથ ધરવામાં આવનાર છે.
આ ઝુબેશ દરમ્યાન મેલેરિયા, ડેન્ગ્યુ ચીકુનગુનિયા ના શોધખોળ તેમજ જાહેર થયેલ મલેરિયા કેસીને સારવાર આપી. તેમજ ડેન્ગ્યુ, ચીકુનગુનિયા ના સંકાસ્પદ કેસોને નજીકના આરોગ્ય કેન્દ્રમાં રીફર કરવામાં આવશે.
મચ્છર ઉત્પતિના બધા સંમવિત સ્થળોની તપાસણી કરી પોરાનાશક કામગીરી કરવાનો મુખ્ય ઉદેશ છે. જેથી ધરોની અંદર તેમજ બહાર જે સ્થળો પાણી ભરાયેલ છે. તેની ચકાસણી કરી બિનઉપયોગી પાત્રોમાં ભરાયેલ પાણી દૂર કરી અને ઉપયોગી પાણીમાં ટેમીફોસ, જૈવિક નિયંત્રણ તેમજ ડ્રાય ડે જેવી કામગીરી હાથ ધરવામાં આવશે.
વધુમાં શાળા આંગણવાડીઓ (સરકારી ખાનગી) મા ચકાસણી નો ખાસ કાર્યક્રમ તેમજ તમામ જાહેર સ્થળો, બાંધકામ સાઈટ, GIDC, રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન, બાગ બગીચા, કોમર્શીયલ બિલ્ડીંગ માં કામગીરી હાથ ધરવામાં આવશે.
મોરબી જીલ્લાના કુલ ૩૦ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં અને ૫ અર્બન હેલ્થ કેન્દ્ર ના ૩૫ મેડીકલ ઓફિસર, ૩૦ પુરુષ આરોગ્ય સુપરવાઈઝર, ૨૮ સ્ત્રી આરોગ્ય સુપરવાઈઝર, તેમજ ૨૨૦ MPHW, ૨૩૦ FHW અને ૭૯૦ આશાબેન દ્વારા આમ કુલ ૬ર૦ ટીમો દ્વારા દરેક ઘરની મુલાકાત કરવામાં આવશે. જેનું મેડીકલ ઓફિસર અને સુપરવાઈઝર દ્વારા ઘનિષ્ટ સુપરવિઝન કરવામાં આવશે.
ઉપરોક્ત તમામ પ્રવૃત્તીઓ દ્વારા પાણીજન્ય રોગચાળો તથા મરજન્ય રોગચાળો અટકાવવા સંધન કામગીરી કરવામાં આવશે અને લોકો ને પણ વાહકજન્ય રોગો માટે સાવચેતી ના પગલા લેવા અને આ કામગીરી માં આરોગ્ય કાર્યકર ને પુરતો સહકાર આપવા મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો. જે. એમ. કતીરા તથા જીલ્લા મેલેરિયા અધિકારી ડૉ. સી. એલ. વારેવડીયા લોકો ને નમ્ર અપીલ કરે છે.