08 માર્ચ એટલે કે વિશ્વ મહિલા દિવસ જે નિમિત્તે સમગ્ર વિશ્વમાં મહિલા સશક્તિકરણ અંતર્ગત કાર્યક્રમ યોજાવામા આવી રહ્યા છે સાથોસાથ આપણુ ભારતભરમા આજે શિવ શક્તિ નુ મહાપર્વ એવું મહાશિવરાત્રી પર્વ મનાવવામાં આવી રહ્યો છે ત્યારે મોરબી ના યુવાશક્તિ ફાઉન્ડેશન ના મહિલા સભ્યો દ્વારા મહિલા દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી
યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા નારી શક્તિ તથા મહિલા સશક્તિકરણ અંતર્ગત મોરબી શહેર ને સવસ્છ તથા સુંદર રાખવા માટે નુ મહત્વનુ યોગદાન આપતા એવા મહિલા સફાઈ કામદાર નુ ગીફ્ટ આપી સાદર સન્માન કરવામાં આવ્યું હતું. આજે નારી એક શક્તિ બનીને દરેક ક્ષેત્રમાં આગવી ભૂમિકા ભજવી રહી છે જે ગર્વની વાત છે પરંતુ આવા મહત્વના દિવસો મા લોકો મુખ્યત્વે પ્રોફેશનલ સફળતા પ્રાપ્ત કરતા મહિલા પર ફોકસ કરતા હોય છે ત્યારે યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા મહિલા દિવસ અંતગર્ત મોરબી ના મહિલા સફાઈ કર્મચારીઓ નુ પણ સન્માન કરવામાં આવતા તેઓ ખૂબ આનંદિત થયા હતા અને તેમના સન્માન બદલ યુવા શક્તિ ફાઉન્ડેશન ના મહિલા સભ્યો નો આભાર વ્યક્ત કર્યો હતો.