ડિસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ મોરબી દ્વારા હળવદ તાલુકામાં આવેલી મેરુપર પ્રાથમિક શાળામાં તમાકુના વ્યસનની જાગૃતિ અર્થે એક ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ જેમાં ધોરણ ૬ થી ૮ ના વિધાર્થીઓએ ઉત્સાહપુર્વક ભાગ લીધેલ, વિધાર્થીઓએ પોતાની આગવી શૈલી વ્યસનમુકિતના સંદેશો આપતા અલગ અલગ ચિત્રો દોર્યા હતા
જેમાં પ્રથમ,દ્વિતીય અને તૃતિય નંબર મેળવનાર વિધાર્થીઓને ડિસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ દ્વારા ઈનામ તથા પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા, ત્યારબાદ ડિસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ મોરબીના સોશ્યલ વર્કર તેહાન શેરસીયા દ્વારા વિધાર્થીઓને વ્યસનમુકિતના ફાયદા, વ્યસનથી થતા નુકસાન, વ્યસનનુ પ્રમાણ તેની શારિરીક અને આર્થિક અસરો વિશે માહિતગાર કર્યા હતા
અંતમાં શાળાના આચાર્ય ધનજીભાઈ એસ. ચાવડા દ્વારા ડિસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલનો આભાર માની, વિધાર્થીઓને વ્યસન મુકત રહેવા અને પોતાના પરીવારને વ્યસનમુકત રાખવા અનુરોધ કર્યો હતો.
આ કાર્યક્રમનું સંપુર્ણ સંચાલન શાળાના શિક્ષક ધર્મેન્દ્ર એલ. ભુંભરીયા દ્વારા કરવામાં આવેલ.