આગામી લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત ભારતના ચૂંટણી પંચની સુચનાઓ તેમજ જોગવાઈઓ અન્વયે ચૂંટણીની જાહેરાત થયેથી જિલ્લા કક્ષાએ ફરીયાદ નોંધાવવા માટે ૨૪X૭ કન્ટ્રોલ રૂમ ઊભો કરવામાં આવ્યો છે. મોરબી કલેકટર કચેરી ખાતના જિલ્લા કક્ષાના ફરિયાદ નિયંત્રણ સેલ (રૂમ નં.૪૪) માં રાઉન્ડ ધ કલોક ફરજ બજાવવા જિલ્લા ચૂંટણી અધિકારી તેમજ જિલ્લા કલેક્ટર દ્વારા કર્મચારીઓની નિમણૂંક પણ કરવામાં આવી છે.
હેલ્પલાઈન તથા ફરિયાદ નિકાલના નોડલ અધિકારી જયશ્રીબેન રાઠોડ, Helpline & Grievance Redressal અને સહાયક રાજ્ય વેરા કમિશ્નર-મોરબી (મો.૯૪૨૭૪-૫૨૩૩૩) ફરજ બજાવશે