હળવદ : કડીયાણા ગામની શાળાના ૬૮મા સ્થાપના દિવસની ઉજવણી કરાઈ

વિશાલ જયસ્વાલ દ્વારા :હળવદ તાલુકાના કડીયાણા ગામે આવેલ પે.સેન્ટર શાળાના સ્થાપના દિવસની ઉજવણીનો કાર્યક્રમ કરવામાં આવ્યો શાળાના ૬૮ સ્થાપના દિવસે ગ્રામ પંચાયત તેમજ શાળા પરિવાર દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં પ્રથમ બેચમાં અભ્યાસ કરી ચુકેલા વયોવૃદ્ધ વ્યક્તિઓ ના હસ્તે કેક કાપી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી

તેમજ શાળાના ભૂતપૂર્વ તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી ટી.ટી.  માકાસણા દ્વારા પુરસ્કાર રૂપી ઇનામ આપવામાં આવ્યા હતા આ સાથે સાથે ધોરણ આઠના બાળકોનો વિદાય સમારંભ પણ યોજવામાં આવ્યો આ કાર્યક્રમમાં ગામના સરપંચ તલાટી મંત્રી આગેવાનો શાળા પરિવારના સભ્યો તેમજ સમગ્ર ગામવાસીઓએ હાજરી આપી સફળ બનાવ્યો