રાષ્ટ્રીય સ્વયસેવક સંઘ પ્રેરિત ડૉ.હેડગેવાર સ્મારક સમિતિ રાજકોટ દ્વારા સેવા તરંગ ૨૦૨૪ નો વાર્ષિકોત્સવ સેવા વિભાગ મોરબી દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો.
તારીખ: ૧૭/૦૩/૨૦૨૪ રવિવારના રોજ બપોરે ૩:૦૦ વાગ્યાથી શિશુમંદીર શનાળા મુકામે ખૂબ જ સુંદર વાતાવરણમા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ પ્રવિણભાઈ ધોળકિયા તથા વિપુલભાઈ અઘારા જેઓ ડૉ. હેડગેવાર સ્મારક સમિતિ રાજકોટના ટ્રસ્ટીઓ છે તેઓના માર્ગદર્શન મુજબ કરવામાં આવ્યો.
આ કાર્યક્રમમાં ડો.નરેન્દ્રભાઈ દવે કે જેઓ સૌરાષ્ટ્ર પ્રાંતના સહવ્યવસ્થા પ્રમુખ તથા ડૉ. હેડગેવાર સ્મારક સમિતિના ટ્રસ્ટી છે તેઓએ ખૂબ જ પ્રેરક ઉદબોધન આપેલ. તેઓએ જણાવેલ કે મોરબી નગરમાં જે વિવિધ સેવાકેન્દ્રો જેવા કે શિક્ષણ, સંસ્કાર, સામાજિક, સ્વાસ્થ્ય, સ્વાવલંબનને લગતા કેન્દ્ર ચાલે છે તે ખૂબ જ માનવ સેવા એજ પ્રભુસેવાને સાર્થક કરે છે.
આ કાર્યક્રમમાં મોરબી નગરમાં ચાલતા વિવિધ સેવા કેન્દ્રોના કાર્યકર્તાઓ, સંચાલકઓ અને બાળકો ઉપસ્થિત રહ્યાં હતા. આ સેવા તરંગના વાર્ષિકોત્સવ કાર્યક્રમમાં ડો. અર્જુનભાઈ સુવાગિયા, ઉદ્યોગપતિ બાલુભાઈ અંબાણી તથા જીલેશભાઈ કાલરીયા ખાસ આમંત્રિત મહેમાનો તરીકે ઉપસ્થિત રહ્યાં હતા અને તેઓએ આર્થિક બહુમૂલ્ય યોગદાન આપેલ હતું.
આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા કાર્યવાહ મિલનભાઈ પૈડા ઉપસ્થિત રહ્યાં હતા તથા સૌરાષ્ટ્ર પ્રાંતના સહસેવા પ્રમુખ હસમુખભાઈ પટેલનું ખાસ માર્ગદર્શન મળેલું.
આ કાર્યક્રમની સફળતા માટે મોરબી જિલ્લા સેવા વિભાગના લાલજીભાઈ કુનપરા, મોરબી નગરના સેવાવિભાગના હરિભાઈ સરડવા તથા પ્રાણજીવનભાઈ વિડજાએ તથા મોરબી જિલ્લા તથા નગરના કાર્યકર્તાઓએ જહેમત ઊઠાવેલ હતી.
આ કાર્યક્રમમાં શ્રી વેલનાથ સેવા વસ્તી તથા અન્ય વસ્તીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન થયું હતું. આ કાર્યક્રમના ઉદઘોષક તરીકે અનન્યાબેન કુનપરાએ સેવા આપેલ હતી.
ડો. હેડગેવાર સ્મારક સમિતિ મોરબી દ્વારા સીમાવર્તી ગામોમાં ૩૨ આયુર્વેદિક પેટી દ્વારા પ્રાથમિક સારવાર આપવામાં આવે છે. જોલા પુસ્તકાલયો, મેડિકલ સાધનો, ૧૦ થી વધુ શિક્ષણકેન્દ્રો તથા બહેનો પગભર બને તે માટે સ્વાવલંબન શિક્ષણકેન્દ્રો ચલાવવામાં આવે છે.
સેવાતરાંગ કાર્યક્રમના અંતે સૌ અલ્પાહાર કરીને છુટા પડેલ…!