મોરબીના રવાપર ગામના તળાવ પાસે (ગોલ્ડન માર્કેટ)ની બાજુમાં ક્રાંતિકારી રાણી લક્ષ્મીબાઇની પ્રતિમા અને બાળકો માટે બગીચો બનાવવામાં આવશે. જેનું આજરોજ ક્રાંતિકારી સેના અને રવાપર ગ્રામ પંચાયત દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ તકે રવાપર ગ્રામ પંચાયતના સરપંચ નિતિનભાઈ ભટાસણા, ભાજપ સંગઠન મંત્રી રવિભાઈ સનાવડા, તરૂણભાઈ પેથાપરા, ભાજપ મહામંત્રી સી.ડી.રબારી, મોરબી ભાજપ જિલ્લા ઉપપ્રમુખ બચુભાઈ અમૃતિયા, માજી સરપંચ પ્રકાશભાઈ વિડજા, ગોરધનભાઈ ગડારા, ક્રાંતિકારી સેનાના રાધેભાઈ પટેલ, રવાપર ગ્રામ પંચાયત પાણી સમિતિના ચેરમેન અજયભાઇ આહિર સહિતના ઉપસ્થિત રહ્યા હતા.