સંસ્કૃત ભારતી મોરબી જનપદ અને શ્રી સરસ્વતી શિશુમંદિર મોરબીના સંયુકત ઉપક્રમે તેમજ વિવિધ સંસ્થાના સહયોગથી संस्कृत भारती मोरबी जनपद सम्मेलनम् (મોરબી જીલ્લાનું ત્રીજું સંસ્કૃત સમ્મેલન) યોજાશે.
બપોરે : ૩:૩૦ થી ૦૫:૦૦ દરમિયાન સંસ્કૃત માટે ચિંતન (જનપદ ગોષ્ઠી) રહેશે .જેમાં સંસ્કૃત પ્રાધ્યાપકો-શિક્ષકો, કોલેજ-શાળા સંચાલકો, તેમજ સંસ્કૃત અનુરાગીઓ આમંત્રિત છે
સાંજે : ૫:૩૦ થી ૭:૩૦ સંસ્કૃત સાંસ્કૃતિક કાર્યક્રમ રહેશે. જેમાં અદ્ભુત સાંસ્કૃતિક કાર્યક્રમ જોવાની ઈચ્છા ધરાવતા તમામ લોકો આમંત્રિત છે અન્ય ખાસ આકર્ષણો જોઈએ તો (1.દિવ્યભાષા સંસ્કૃતને જાણવા અને માણવાનો અવસર (2.દેવભાષા એવી સંસ્કૃત ભાષામાં વિવિધ કાર્યક્રમોની પ્રસ્તુતિ નિહાળવાનો ઉત્સવ (3.શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સીટી, વેરાવળનો વિશેષ પરિચય (4.સંસ્કૃતની પ્રદર્શનીઓથી પરિપૂર્ણ પ્રસંગ (5.સાંસ્કૃતિક કાર્યક્રમથી રસપૂર્ણ સંમેલન (6.ગરબાને સંસ્કૃતમાં અનુભવવાનો અવસર (7.સંસ્કૃત ભાષામાં નાટક તેમજ સંસ્કૃતમાં સંવાદ (8.સંસ્કૃત અને સંસ્કૃતિના ગૌરવને વાચા આપતાં બૌધ્ધિક સત્રનો આસ્વાદ (9.સંસ્કૃત અંતાક્ષરી જેવી વિવિધ કૃતિઓ
તા.31 માર્ચ રવિવારના રોજ શ્રી સરસ્વતી શિશુમંદિર,( પરફેકટ શો-રૂમની બાજુમાં, મોરબી-રાજકોટ હાઈવે, શકત શનાળા, મોરબી.) ખાતે આ સંમેલન યોજાશે. સંસ્કૃત ભારતી-મોરબી જનપદ વતી કિશોરભાઈ શુકલ(જનપદ સંયોજક), હિરેનભાઈ રાવલ(જનપદ સહ સંયોજક) તેમજ મયુરભાઈ શુકલ (પ્રાંતગણ સદસ્ય) દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.