વિશાલ જયસ્વાલ દ્વારા : ઘણી વખત ખોડ ખાપણ વાળા બાળક જન્મવાનો બનાવો પ્રકાશમાં આવતા હોય છે કુદરતી કોઈપણ ખોડખાપણ ને કારણે આવા બનાવ ભાગ્યે જ બનતા હોય છે ત્યારે એવો જ એક બનાવો હળવદ ખાતે એક ખાનગી હોસ્પિટલમાં મધ્યપ્રદેશના પરિવાર જે હળવદ ખાતે મજૂરી કામ કરતો હતો તેમાંની એક મહિલાને pregnancy ની ડિલિવરી માટે હળવદ ની ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા જ્યારે બાળકનો જન્મ થયો ત્યારે એ બાળક વિચિત્ર પ્રકારનો જન્મતા કુતૂહલ સર્જાયું હતું
જાણવા મળતી વિગત પ્રમાણે મધ્યપ્રદેશના પરિવાર હળવદ ખાતે મજુરી કામ કરી જીવનનિર્વાહ ચલાવે છે ત્યારે હળવદ ખાતે આવેલ ખાનગી હોસ્પિટલમાં એક વિચિત્ર પ્રકારના બાળકને જન્મ આપ્યો હતો આ તકે વધુ ડોક્ટર પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે એનેંસેફાલી નામની બીમારી હોવાને કારણે આ બાળકનો જન્મ આ પ્રકારના થયો હતો આવા કેસ લાખે એકાદ જોવા મળતા હોય છે ફોલિક એસિડ નામના વિટામીનની ઊણપના કારણે આ પ્રકારનો બનાવ બન્યો હતો.એ વધુમાં પ્રેગ્નન્સી વાળી મહિલાઓને સમયસર સોનોગ્રાફી તેમ જ ફોલિક એસિડના વિટામિનની કાળજી રાખવા જણાવ્યું હતું